________________
ડિલે ઇસ ડેન્જરસ
જેમાં આપણે એવો દાવો કરીએ છીએ કે “આટલા સમય પછી હું આવું કરીશ.” પણ આ દાવો ખોટો છે. એ સાચો પડી જાય તો ય ખોટો છે. કારણ કે એ દાવો કરતી વખતે આપણને આપણી આગલી ક્ષણનું પણ નિશ્ચિત જ્ઞાન નથી હોતું. પરમ પાવન શ્રી દશવૈકાલિકસૂત્ર કહે છે – जमटुं तु ण जाणेज्जा एवमेयं ति णो वए । જે વસ્તુને તમે જાણતા નથી તે આ રીતે છે એમ ન કહેવું. जत्थ संका भवे तं तु एवमेयं ति णो वए । જે બાબતમાં તમને થોડી પણ શંકા હોય તે આ રીતે છે એમ ન કહેવું. કારણ કે આ પણ એક જાતનો મૃષાવાદ છે. શાંતિથી વિચાર કરીએ તો લાગે છે, કે ‘વિલંબમાં પણ કંઈક આવું જ બને છે. એમાં આપણે ખોટા હોઈએ છીએ કારણ કે આપણા ખોટા પડવાની પૂરે પૂરી સંભાવના છે.