________________
ડિલે ઇસ ડેન્જરસ
વિલંબ સારો કે નહીં ?
આ પ્રશ્નના બે જવાબ છે.
વિલંબ સારો પણ છે અને ખરાબ પણ છે.
પાપમાં વિલંબ સારો છે,
ધર્મમાં વિલંબ ખરાબ છે.
ફક્ત ખરાબ જ નહીં, ખતરનાક છે.
Delay is dangerous.
ખતરનાક એટલા માટે
કે એના કારણે
અનંત કાળે અનંત પુણ્યના ઉદયથી મળેલી તરવાની શક્યતા સમાપ્ત થઈ જાય છે
અને આત્મા ફરી ભવસાગરમાં ડુબી જાય છે. અફસોસ શબ્દ સાવ જ મોળો પડી જાય
એટલી આ દુઃખદ ઘટના છે.
આપણું અંતર તર્ક કરે છે,
કે વિલંબ કર્યા બાદ
આત્મા ડુબી જ જાય એવું ક્યાં છે ?
ભલે અમુક સમય બાદ,
પણ કામ તો થઈ શકે છે.
વિલંબ કરે એટલે કામ ન જ થાય એવું તો નથી.
But we don't know.
વિલંબ એ વિઘ્નોનું નિમંત્રણ છે.
૯