________________
૧૦
વિલંબનો અર્થ છે અનાદર.
આપણને જે કામ અપ્રિય હોય
એને આપણે પછી કરતા હોઈએ છીએ.
જે કામ આપણને પ્રિય હોય,
એને આપણે પહેલા કરતા હોઈએ છીએ.
બાળકને કહેવામાં આવે
કે “તારે એક કલાક ભણવાનું છે,
અને એક કલાક ૨મવાનું છે.
બોલ,
તારે પહેલા શું કરવું છે ?”
તો એ પહેલા શું કરવું પસંદ કરશે ? રમવાનું ને ?
આનું નામ આદર.
આપણે જેને પ્રાયોરિટી આપીએ છીએ,
આપણને જે કરવામાં વધુ રસ છે, એના પ્રત્યે આપણને આદર છે. સુકૃત પ્રત્યેનો આદર
સુકૃતના વિઘ્નોને દૂર કરે છે.
સુકૃત પ્રત્યોનો અનાદર
સુકૃતના વિઘ્નોને ખેંચી લાવે છે.
આમાં ગર્ભિત કારણ એ છે
કે સુકૃતમાં કરાતો વિલંબ
તેવા પ્રકારના અનાદરયુક્ત અધ્યવસાયોથી
ડિલે ઇસ ડેન્જરસ