________________
ડિલે ઇસ ડેન્જરસ
પ્રતિપક્ષી કર્મબંધમાં નિમિત્ત બને છે. જેમ કે ચારિત્રપ્રાપ્તિમાં કરાતા વિલંબથી ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. આ ભીતરી વિઘ્ન બાહ્ય વિઘ્નોને લાવતું જાય છે. આત્મા વધુ ને વધુ ફસાતો જાય છે. વિલંબ વધતો જાય છે. ચારિત્ર મોહનીય પ્રબળ થતું જાય છે, ને ચારિત્ર પ્રાપ્તિ વધુ ને વધુ દુર્લભ થતી જાય છે. જીવ અનંત વાર ઉપર આવ્યો ભાવચારિત્રની સમીપ આવ્યો, પણ આવી કોઈક-થોડી ક્ષતિથી પાછો પડ્યો, ફરી પાછો તળિયે પહોંચી ગયો. One wrong step may give you a great fall. આનાથી વિપરીત ચારિત્રની અદમ્ય ઝંખના અને ચારિત્રને પામવા માટેનો પ્રબળ પુરુષાર્થ ચારિત્ર મોહનીય કર્મના વિશિષ્ટ ક્ષયોપશમનું અમોઘ કારણ બને છે. એનાથી બહારના વિઘ્નો હોય તો ય ટળી જાય છે