________________
ડિલે ઇસ ડેન્જરસ
૧૩
એ તિથિદોષ વગેરેને ઘોળીને પી જાય છે. શાસ્ત્રકારો કહે છે - उत्साहो बलवानार्य ! नास्त्युत्साहात् परं बलम् । सोत्साहस्य लोकेषु, न किञ्चिदपि दुर्लभम् ॥ હે આર્ય ! ઉત્સાહ બળવાન છે ઉત્સાહથી મોટું બીજું કોઈ જ બળ નથી. જેને ઉત્સાહ છે, એને દુનિયામાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ દુર્લભ નથી.
ઉછળતો ઉત્સાહ એ એક છેડો છે અને વિલંબ એ બીજો છેડો છે. આ બંને છેડા કદી મળતા નથી. વિલંબ અસહ્ય બન્યા વિના ન રહે એનું નામ છે ઉછળતો ઉત્સાહ. વિલંબ અશક્ય જ બની જાય એનું નામ છે ઉછળતો ઉત્સાહ. વિલંબના બધાં જ કારણો જ્યાંથી વિદાય લઈ લે એનું નામ છે ઉછળતો ઉત્સાહ. उद्यमः साहसं धैर्य, बुद्धिः शक्तिः पराक्रमः । षडेते यत्र वर्तन्ते, तत्र दैवं सहायकृत् ॥ ઉદ્યમ, સાહસ, ધીરતા, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ