________________
ડિલે ઇસ ડેન્જરસ
૫૩
અવસર તરી જવાનો, ફરીને નહીં મળે...અવ. સુરલોકમાં ય ના મળે, ભગવાન કોઈને, અહીંયા મળ્યા પ્રભુજી, ફરીને નહીં મળે...અવ. લઈ જાય પ્રેમથી તને, કલ્યાણ-મારગે, સંગાથ આ ગુરુનો, ફરીને નહીં મળે....અવ. જે ધર્મ આચરીને, કરોડો તરી ગયા, આવો ધરમ અમૂલો, ફરીને નહીં મળે..અવ. કરશું ધરમ નિરાંતે, કહે તું ગુમાનમાં, જે જાય છે ઘડી તે, ફરીને નહીં મળે...અવ. એકાન્તમાં શાંત ચિત્તે આ પંક્તિઓને પરાવર્તિત કરીએ એટલે હૃદયના તારો રણઝણી ઉઠે છે ને વિલંબને ભાગી છૂટવા માટે એ જ રણશિંગા બની જાય છે. પરમાત્માની સમક્ષ આ જ પંક્તિઓને એવી રીતે મનમાં લાવીએ, કે જાણે પરમાત્મા ખુદ આપણને આ શબ્દો કહી રહ્યા છે. અનુભવ કરવાનો પ્રયાસ કરીએ, પ્રેમથી પ્રભુ આપણા માથે હાથ ફેરવીને આપણને કહી રહ્યા છે - “જે જાય છે ઘડી તે, ફરીને નહીં મળે....