________________
૫૪
ડિલે ઇસ ડેન્જરસ
સમજી જા ને વત્સ ! હું તારા સારા માટે કહું છું. તારા હિત માટે કહું છું. તું શા માટે તારી ગણતરીઓમાં રાચે છે ? શા માટે તારા એકાંત હિતની વાતની અવગણના કરે છે ? માની લે ને મારી વાત. તારી ગણતરીઓથી જ તો તું ડુબ્યો છે. અનાદિ કાળથી તું જે ભૂલ કરતો આવ્યો છે, એ જ ભૂલ કરીને તારે તારો આવનારો અનંતકાળ પણ બગાડી દેવો છે? શા માટે હજી ય તને બીજું-ત્રીજું સૂઝે છે. જેને પહેલો નંબર આપવા જેવો છે એને તું છેલ્લે કેમ હડસેલે છે? જે-તે બંધનથી બંધાઈને જે-તે ચિંતાથી ભરમાઈને આ મહામૂલા જીવનની એક એક અમૂલ્ય પળને તું શા માટે વેડફી રહ્યો છે ? વત્સ,
એક વાર ફક્ત એક વાર તું મારા ઉપર વિશ્વાસ મુકી દે,