________________
ડિલે ઇસ ડેન્જરસ
આપણે એ બોમ્બને ડિસ્કનેક્ટ કરવા માટે
પ્રયાસ કરશું.
પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ હોય
ત્યાં એક પળનો પણ વિલંબ શક્ય જ નથી. સાધનાના ક્ષેત્રમાં આપણે વિલંબ કરીએ છીએ
એનો એ જ અર્થ છે
કે આપણી પરિસ્થિતિની ગંભીરતા
આપણને બિલ્કુલ સમજાઈ નથી.
એ ગંભીરતા
જે હકીકતમાં બોમ્બ-બ્લાસ્ટની શક્યતા કરતાં ય વધુ ગંભીર છે.
તો વિલંબનો અર્થ છે અંધારું.
જેમાં આપણને ખબર જ નથી
કે આપણે ક્યાં ઊભા છીએ ?
એ ખબર હોત તો વિલંબ ન જ હોત.
પ.પૂ.ધર્મદાસ ગણિ મહારાજા
ઉપદેશમાલા ગ્રંથમાં કહે છે -
भवसयसहस्सदुलहे, जाइजरामरणसागरुत्तारे ।
जिणवयणम्मि गुणायर !, खणमवि मा काहिसि मायं ॥
હે ગુણના સાગર !
વર્ષોના વિલંબની વાત તો દૂર છે,
મહિનાઓ કે દિવસોનો વિલંબ પણ ભયંકર છે જ.
૪૭