________________
४८
ડિલે ઇસ ડેન્જરસ
પણ હું તો એમ કહું છું કે જિનવચનના પાલનમાં તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. લાખો ભવમાં ય દુર્લભ છે આ જિનવચન, જન્મ-જરા-મૃત્યુના સાગરથી પાર ઉતારનાર છે આ જિનવચન. એને પામીને ય પ્રમાદ કરવો એ પોતાના જ પગ ઉપર કુહાડો મારવા જેવી ચેષ્ટા છે. તું આવી મૂર્ખતા ભૂલેચૂકે ય ન કરતો. અનંત કાળના દુઃખો દ્વારા તારે આની કિંમત ચૂકવવી પડશે. Delay is dangerous. સંભવનાથ ભગવાનનું સમવસરણ છે. દેશનાનો પ્રવાહ ખળ ખળ વહી રહ્યો છે. ને એક રાજકુમાર એમાં ભીંજાઈ રહ્યો છે. પલળી રહ્યો છે. એનો બધો જ મોહ એ અમૃતધારામાં ધોવાઈ ધોવાઈને દૂર થઈ રહ્યો છે. દેશના પૂરી થઈ ને એ રાજકુમાર ઊભો થાય છે.