Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 44
________________ ૪૪ ડૉક્ટરનું ય માથું ખાઈ જાય ને જે એની પાસે આવે તેનું ય માથું ખાઈ જાય. રોગની સભાનતામાં વિલંબ અશક્ય હોય છે. જે વિલંબ કરે એના માટે એમ કહેવાય કે એને એના રોગની કાંઈ પડી જ નથી. પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં કહે છે भव एव महाव्याधि-र्जन्ममृत्युविकारवान् । विचित्रमोहजनन - स्तीव्ररागादिवेदनः ॥ કેન્સર વગેરે રોગોને ક્યાંય પાછળ પાડી દે, એવો એક મહારોગ છે. જેનું નામ છે સંસાર. કેન્સરમાં શિરદર્દ વગેરે વિકારો હોય છે, સંસારમાં જન્મ અને મરણ-વિકારો હોય છે. કેન્સરમાં માણસ સૂઝ-બૂઝ ગુમાવી દે છે, સંસારમાં જીવ જાત જાતના મોહ-ઉન્માદનો ભોગ બને છે. કેન્સરમાં તાપ વગેરેની વેદના હોય છે સંસારમાં તીવ્ર રાગ-દ્વેષની વેદના હોય છે. ડિલે ઇસ ડેન્જરસ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56