________________
૪૨
કારણ કે એમાં પરિસ્થિતિની સ્પષ્ટતા છે. વિલંબમાં આપણે અદ્ધર હોઈએ છીએ.
આપણે નિરાધારપણે ઝંપલાવ્યું હોય છે.
Pospond is worse than cancel.
જ્ઞાનીઓ આપણને નીતરતા વાત્સલ્ય સાથે કહે છે -
ननु पुनरिदमतिदुर्लभ-मगाधसंसारजलधिभ्रष्टम् ।
मानुष्यकं खद्योत - तडिल्लताविलसितप्रतिमम् ॥ વત્સ !
ઊંડાણની બધી જ અભિવ્યક્તિઓ છીછરી પડી જાય, એટલો ઊંડો છે આ સંસાર.
મનુષ્યત્વ વગેરે તને જે સામગ્રી મળી છે,
તે એક અણમોલ રત્ન જેવી છે.
જો તે એને ગુમાવી દીધું
ને એક વાર અગાધ સંસારમાં
આ રત્ન પડી ગયું,
તો પછી ફરી અનંતકાળે પણ
આ બધું ફરી તારે હાથ લાગશે કે નહીં,
એ બહુ મોટો સવાલ છે.
વત્સ !
આત્મકલ્યાણની સાધના કરવામાં
તું શા માટે વિલંબ કરે છે ? તને ખબર છે ?
કે અનંતાનંત કાળ સુધી
ડિલે ઇસ ડેન્જરસ