Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 41
________________ ડિલે ઇસ ડેન્જરસ જ્યારે એનું મૂલ્યાંકન કરવામાં આપણે થાપ ખાઈ ગયા હોઈએ. બહુ મોટી થાપ. વિલંબનો અર્થ એ છે કે આપણા લક્ષ્યની યાત્રાને છોડીને આપણે એનાથી ઊંધી દિશાની યાત્રા કરી રહ્યા છીએ. In other words લક્ષ્ય જ બદલાઈ જાય એનું નામ વિલંબ. જીવસ્વભાવમાં શૂન્યતા શક્ય નથી. કોઈ ને કોઈ યાત્રા તો અવશ્ય ચાલુ રહેશે. જો લક્ષ્યની યાત્રા નહીં થાય તો અ-લક્ષ્યની યાત્રા થવા લાગશે. અ-લક્ષ્ય જ લક્ષ્ય બની જશે. કેટલો છેતરામણો છે આ શબ્દ - વિલંબ. આપણે સમજીએ છીએ, કે એનો અર્થ છે - અમુક સમય બાદ કરવું. ને એ તો કેટકેટલા બિહામણા અર્થો એની ભીતરમાં લઈને બેઠો છે ! એના કરતા તો એક અપેક્ષાએ રદબાતલ શબ્દ ઓછો ખરાબ છે.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56