________________
ડિલે ઇસ ડેન્જરસ
“હા, મારે ચડવું તો છે.” “તો પછી જલ્દી કર, ટ્રેન જઈ રહી છે.” “હા, પણ હું જોઉં છું.” “અરે, જોવાનો સમય ગયો. હવે બિસ્કુલ ટાઈમ નથી, જવું હોય તો દોડ જલ્દી.” “જવું તો છે.” “જો ભાઈ, યા દોડ ને યા કહી દે કે તારે નથી જવું. જવું છે કહેવું ને બેઠાં રહેવું એ બે વાત વચ્ચે તો કોઈ મેળ જ નથી.” સમયસર એ માણસ બેસી જાય તો ટ્રેન પકડવી ખૂબ જ સરળ છે. હોર્ન વાગી જાય ને ધક્કામુક્કી થતી હોય ત્યારે એ વાત થોડી અઘરી બને છે. ટ્રેન ચાલવા લાગે ત્યારે એ વાત વધુ અઘરી બને છે ટ્રેન વધુ ગતિ પકડે ત્યારે એ વાત ખૂબ અઘરી બને છે ને ટ્રેન દોડવા લાગે