Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 36
________________ ૩૬ ડિલે ઇસ ડેન્જરસ નીતિવાક્યામૃત ગ્રંથ કહે છે – कालहापनात् नखच्छेद्यमपि स्याद् वज्रछेद्यमछेद्यं वा । સમય ગયો એટલે તમે ગયા. જે વસ્તુ પહેલા નખથી છેદાઈ જાય એવી હતી, તે વસ્તુ હવે વજછેદ્ય થઈ જાય છે અથવા તો અછેદ્ય થઈ જાય છે. જેને છેદવી એ શક્ય જ નથી. વિલંબનો અર્થ છે આપણી જાતે જ આપણું કામ બગાડવું. બીજા શબ્દોમાં અમુક કામ કરવામાં હું વિલંબ કરું છું એનો અર્થ એ છે કે એ કામ મારે નથી કરવું. ટ્રેન પ્લેટફોર્મ પરથી પ્રસ્થાન કરી રહી છે, માણસ બાંકડા પર બેઠો છે, કોઈ એને પૂછે છે કે “તારે આમાં નથી જવું ?” એ માણસ શાંતિથી જવાબ આપે છે - “જવું તો છે.” “તો પછી અહીં કેમ બેઠો રહ્યો છે ? જા જલ્દી, ચડી જા એમાં.”

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56