Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 35
________________ ડિલે ઇસ ડેન્જરસ પુત્રો જો ‘કાલે’ પર રહ્યા હોત તો એમની ય ‘કાલ’નો ભરોસો ન હતો તો માતા-પિતાની ‘કાલ તો ક્યાંથી આવત ?’ ને રાજા-રાણી બિચારા રાજા-રાણી જ રહી જાત. ‘આજ’માં મજા છે. ‘કાલ’માં સજા છે. આપણે ત્યાં બે જુની કહેવત છે “થયું એ કામ.” “કર્યું એ કામ.” જે સમજદાર છે એને મન ‘કરશું’ આ શબ્દનો કોઈ જ અર્થ હોતો નથી. નીતિશાસ્ત્રો કહે છે करिष्यन्न प्रभाषेत, कृतान्येव तु दर्शयेत् ॥ તમે શું કરવાના છો, એ ન બોલો. તમે જે કર્યું છે, તે જ બોલો. કારણ કે જે કરવાનું બાકી છે, તે કાયમ માટે બાકી જ રહી જાય = એવી પૂરી સંભાવના છે. સાર આ છે - સમય પર કામ થઈ ગયું એ થઈ ગયું. સમય વીતતો જાય, એટલે કામ વધુ ને વધુ અઘરું થઈ શકે છે. ૩૫

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56