________________
३८
ત્યારે એ વાત અશક્ય બની જાય છે.
તો વિલંબનો અર્થ આ છે -
આપણા સાવ સરળ કામને
અઘરું કે અશક્ય બનાવી દેવું.
સાધનાની જેને ઇચ્છા જાગે
એણે હંમેશા એમ સમજવું જોઈએ
કે મારી આવનારી આખી ય જિંદગીની તુલનામાં
સાધના માટેની સર્વોત્કૃષ્ટ અનુકૂળતા
આજે છે.
આજનું શરીર, આજની સમજ, આજના સંયોગો... આ બધું એવું છે
કે એમાં સાધના થવી ખૂબ સરળ છે.
આના કરતા વધુ અનુકૂળતાની આશાએ સાધનાની વાત કાલ ઉપર નાંખવી એ એક મોટું જોખમ લેવા જેવું છે. ભવિષ્યમાં આનાથી વધુ અનુકૂળતા થશે કે પછી આનાથી વધુ પ્રતિકૂળતા થશે તે કોણ જાણે છે ?
પરમ પાવન શ્રી આચારાંગ સૂત્ર કહે છે
खणं जाणाइ पंडिए
ખરો સમજદાર એ છે
જે અવસરને ઓળખે છે,
ડિલે ઇસ ડેન્જરસ