________________
ડિલે ઇસ ડેન્જરસ
૩૩
કાલે’નો અર્થ એ છે કે આપણે એવી જગ્યાએ કૂદવા જઈ રહ્યા છીએ જેના નીચાણનો આપણને ખ્યાલ જ નથી. એ બે ફૂટ પણ હોઈ શકે, દશ ફૂટ પણ હોઈ શકે, સો ફૂટ પણ હોઈ શકે, અને હજાર ફૂટ પણ હોઈ શકે. બે ફૂટનો અર્થ છે કૂદકો, દશ ફૂટનો અર્થ છે દુર્ઘટના, સો ફૂટનો અર્થ છે આપઘાત, અને હજાર ફૂટનો અર્થ છે ભયંકર આપઘાત.
ભલે
આપણો ભાવ તો કૂદકાનો જ હતો, પણ વાસ્તવિકતા આપણા ભાવને બંધાયેલી નથી. એ જે છે તે છે. પછી આપણે રડીએ, કણસીએ કે મરી જઈએ, આપણો ભાવ માત્ર એક ભાવ બનીને રહી જાય છે. એનો કોઈ જ બચાવ આપણને મળી શકતો નથી. This is કાલે.” પિતાજી, કાલે'માં બિલ્કલ પડવા જેવું નથી.