________________
૩૨
ડિલે ઇસ ડેન્જરસ
માત્ર તમે જ નહીં, અમે પણ તમારી સાથે દીક્ષા લઈશું.” પિતાની વાત આશ્વાસનજનક છે. વિશ્વાસ બેસી જાય ને માની લેવાનું મન થાય એવી છે. પણ પુત્રોની સમજણ બહુ જ સ્પષ્ટ છે. તેઓ પિતાને જવાબ આપે છે - जस्सऽत्थि मच्चुणा सक्खं, जस्स वऽत्थि पलायणं । जो जाणे ण मरिस्सामि, सो उ कंखे सुए सिया ॥ “પિતાજી, ‘આપણે કાલે ધર્મ કરશું,” આવું કોણ કહી શકે ? ખબર છે ? યા તો જેની મોત સાથે મિત્રતા હોય, યા તો જે મોતથી ભાગી છૂટવા માટે સંપૂર્ણ રીતે સમર્થ હોય, ને યા તો જેને એવું જ્ઞાન થઈ ગયું હોય કે હું મરવાનો નથી. આવતીકાલની દીક્ષાની વાત એના મોઢે શોભી શકે, એની જ આ વાત યોગ્ય ઠરી શકે. કાલે.' આ શબ્દનો ઉચ્ચાર એક જાતનું સાહસ છે.