________________
૨૮
देहंतरसंकमणं करेइ जीवो मुहुत्तेण ॥ એકાએક પિત્તપ્રકોપ...અચાનક વાતિક શૂળ... સડન ઑફ કફ-એટેક...હૃદય શૂળ... ધાતુક્ષોભ...શસ્ત્રપ્રહાર...અકસ્માત્... આવા તો કેટકેટલા કારણો છે, જેનાથી જીવ માત્ર એ ઘડીની અંદર
મૃત્યુ પામી જાય છે.
બે ઘડી પહેલા તો કશું જ હતું નહીં
ને બે ઘડી પછી કશું જ બચ્યું નહીં.
Really,
Delay is dangerous.
પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં એક ઘટના છે -
બે દીકરાઓ પિતા પાસે
સંયમજીવનના સ્વીકારની અનુમતિ માંગે છે.
પિતા એમને રોકવા માટે
ભોગો ભોગવવા માટે સમજાવે છે.
પરિવારનું નિર્માણ કરવા માટે લલચાવે છે. વેદોનું અધ્યયન કરવાની પ્રેરણા આપે છે. પણ દીકરાંઓ ઝળહળતા વૈરાગ્ય સાથે એમની એક એક વાતનો જવાબ આપે છે. પિતાને બધાં જ સંતોષકારક જવાબો મળે છે.
હવે બીજું કોઈ બહાનું તો આપી શકાય તેમ નથી.
પણ હજી પિતા સમ્મતિ આપતા નથી.
ત્યારે એ ભાઈઓ કહે છે
-
ડિલે ઇસ ડેન્જરસ