Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 13
________________ ડિલે ઇસ ડેન્જરસ ૧૩ એ તિથિદોષ વગેરેને ઘોળીને પી જાય છે. શાસ્ત્રકારો કહે છે - उत्साहो बलवानार्य ! नास्त्युत्साहात् परं बलम् । सोत्साहस्य लोकेषु, न किञ्चिदपि दुर्लभम् ॥ હે આર્ય ! ઉત્સાહ બળવાન છે ઉત્સાહથી મોટું બીજું કોઈ જ બળ નથી. જેને ઉત્સાહ છે, એને દુનિયામાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ દુર્લભ નથી. ઉછળતો ઉત્સાહ એ એક છેડો છે અને વિલંબ એ બીજો છેડો છે. આ બંને છેડા કદી મળતા નથી. વિલંબ અસહ્ય બન્યા વિના ન રહે એનું નામ છે ઉછળતો ઉત્સાહ. વિલંબ અશક્ય જ બની જાય એનું નામ છે ઉછળતો ઉત્સાહ. વિલંબના બધાં જ કારણો જ્યાંથી વિદાય લઈ લે એનું નામ છે ઉછળતો ઉત્સાહ. उद्यमः साहसं धैर्य, बुद्धिः शक्तिः पराक्रमः । षडेते यत्र वर्तन्ते, तत्र दैवं सहायकृत् ॥ ઉદ્યમ, સાહસ, ધીરતા, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56