________________
ડિલે ઇસ ડેન્જરસ
૧૯
ઉત્સાહ...અવિલંબ...કર્મક્ષય...વિદ્ગવિનાશ... વધુ ઉત્સાહ..અવિલંબ...કર્મક્ષય...વિગ્નવિનાશ.. હજી વધુ ઉત્સાહ...અવિલંબ...કર્મક્ષય...વિદ્ગવિનાશ... યાદ આવે સુવિધિનાથ ભગવાનનું સ્તવન - હવે સંપૂરણ સિદ્ધિ તણી શી વાર છે?
એક આચાર્ય ભગવંતને તાવ આવેલો, હું એમની શાતા પૂછવા ગયેલ, મને કહે
બધા પોતપોતાના ડૉક્ટર્સ લઈ આવેલા... એલોપેથી, હોમેયોપેથી, આયુર્વેદ, એક્યુપ્રેશર, એક્યુપંક્યર... તાવ ઊભો ક્યાં રહે ?...”
આ વાત એટલા માટે યાદ આવી કે ઉત્સાહ હજાર રૂપ ધારણ કરીને કર્મો પર તૂટી જ પડે, પછી કર્મો ઊભા ક્યાં રહે ? આજે આપણે એ ભૂમિકા પર છીએ, જ્યાં આત્મવીર્યની પ્રધાનતા છે, જ્યાં પરિણામ પુરુષાર્થને આધીન છે. આપણે ઇચ્છીએ તો કર્મોના મુદ્દે ભુક્કા બોલાવી શકીએ છીએ. આપણે એક ગર્જના કરીને