Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 17
________________ ડિલે ઇસ ડેન્જરસ જે યોગની અવગણના કરવામાં આવે, તે યોગ બીજા ભવમાં પણ દુર્લભ થઈ જાય છે. વિલંબ એકાંતે અવગણના જ હોય, એવું જરૂરી નથી, એનું કારણ સાચું પણ હોઈ શકે, બહારના કારણો અનેક હોઈ શકે, પણ એ બધાં નિમિત્તમાત્ર હોય છે. ખરું કારણ તો અંદરનું હોય છે, જેનું નામ છે નિકાચિત કર્મ. હવે સવાલ એ આવે કે આપણું કર્મ નિકાચિત છે કે અનિકાચિત? આપણા પુરુષાર્થથી તૂટે એવું છે? કે આકાશ-પાતાળ એક કરવા છતાં ય ન જ તૂટે એવું છે? શાસ્ત્રોને જોઈએ, ચરિત્રોને જોઈએ, આસ-પાસની ઘટનાઓને જોઈએ અને આપણો પોતાનો અનુભવ જોઈએ, તો એવું લાગ્યા વિના ન રહે કે હજી સુધી જોઈએ એવો પુરુષાર્થ નથી પ્રગટ્યો.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56