________________
૧૬
માત્ર પશ્ચાત્તાપ કરતા રહેવાથી
આત્માને બહુ ટેકો નથી મળી જતો.
પ્રચંડ પુરુષાર્થ કર્યા વિના આત્માનો ઉદ્ધાર જ નથી. શ્રેણિક મહારાજાએ ય પશ્ચાત્તાપ તો ઘણો કર્યો હતો,
પણ એટલા માત્રથી એમની નરક ટળી ન શકી.
વિલંબનો અર્થ છે અવગણના.
વિલંબ બહુ જ સારો છે,
પણ સાંસારિક ક્ષેત્રમાં.
ત્યાં આપણે વસ્તુની જેટલી અવગણના કરીએ
એટલી એ આપણને
સામેથી આવીને મળે છે.
ધાર્મિક ક્ષેત્રની બાબતમાં
વિલંબનું ફળ આનાથી તદ્દન વિપરીત છે.
આપણે જેમ જેમ
ધર્મની અવગણના કરીએ,
તેમ તેમ ધર્મ
વધુ ને વધુ દુર્લભ થતો જાય છે.
પ.પૂ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે
अवधीरितो हि समाचारो
जन्मान्तरेऽपि दुर्लभः स्यात् ।
ડિલે ઇસ ડેન્જરસ