________________
ડિલે ઇસ ડેન્જરસ
એવું પણ શક્ય બની શકે. શરત એટલી
કે વારંવાર આપણી આંખો
ઉભરાયા જ કરતી હોય.
ચારિત્રપ્રાપ્તિના સંદર્ભમાં કહીએ
કે મોક્ષયાત્રાના સંદર્ભમાં કહીએ,
તો
યા હાથમાં ઓઘો છે
તો એ મોક્ષયાત્રી છે,
યા આંખમાં આંસું છે
તો એ મોક્ષયાત્રી છે.
ઓઘો ય નથી ને આંસું ય નથી,
એનો અર્થ એ છે
કે એ મોક્ષયાત્રી જ નથી.
વિલંબની સાથે પળે પળે વ્યથિત રહેવું એ અઘરું છે.
પ્રબળ ઉત્સાહથી વિલંબને જ વીખેરી દેવો એ સહેલું છે.
એ જ આત્માનું હિતકર છે.
તો પછી એ જ કેમ ન કરવું ?
પરમ શ્રદ્ધેય ઉપદેશમાલા ગ્રંથ કહે છે
परितप्पिएण तणुओ सहारो जइ दढं ण उज्जमइ । जह सो सेणियराया परितप्पंतो गओ णरयं ॥
૧૫