________________
૧૮
નથી હારમાં ભાગ્યનો દોષ હોતો,
રહી હોય છે યત્નમાં કંઈક ખામી.
નિકાચિત કર્મોના ખાતે
ઘણી બધી બાબતોને નાંખીને
આપણે નિર્દોષતાની અનુભૂતિ
કરતા હોઈએ છીએ.
But we don't know.
નિકાચિત કર્મોની ભોગ બનેલી વ્યક્તિ
વિરલ જ હોય છે.
મોટે ભાગે આપણી પોતાની ઢીલાશથી
કર્મ બળવાન બન્યું હોય છે.
થોડા વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો પ્રાયઃ
આપણી ઢીલાશ જ કર્મનું બળ હોય છે. આ એક જાતનું વિષચક્ર છે.
ઢીલાશ...વિલંબ...કર્મબળ...વિઘ્નવૃદ્ધિ...
વધુ ઢીલાશ...વિલંબ...કર્મબળ...વિઘ્નવૃદ્ધિ... હજી વધુ ઢીલાશ...વિલંબ...કર્મબળ...વિઘ્નવૃદ્ધિ...
બસ,
આ વિષચક્રમાં આપણે ફસાઈ જઈએ છીએ. આપણે ઇચ્છીએ
તો આ વિષચક્રનું સ્થાન
-
અમૃતચક્ર લઈ શકે છે -
ડિલે ઇસ ડેન્જરસ