________________
ડિલે ઇસ ડેન્જરસ
એક પળનો પણ વિલંબ ન કરતો. માતા કદાચ બેભાન થઈને પડશે. પત્ની કદાચ ધ્રુસકે ધ્રુસકે રડશે. બાળકો કાલી-ઘેલી ભાષામાં
અમે તમને નહીં જવા દઈએ' - એમ કહેશે. મોહના બધાં જ તોફાનો તારી સામે ઉપસ્થિત થશે. વૈરાગ્યની અગ્નિપરીક્ષા જેવી એ ક્ષણ હશે. જો તું જાગૃત નહીં રહે, જો તું ઢીલો પડીશ, તો ઘડીના છઠ્ઠા ભાગમાં બધું જ જ્ઞાન, બધો જ વિવેક અને બધો જ વૈરાગ્ય ઓગળી જશે. તું ફસાઈ જઈશ ને ફરી આ સાધના કદાચ અનંતકાળે પણ દુર્લભ બનશે. સાવધાન ! मा पडिबंधं । વિલંબ
એ મોહરાજાના પ્રત્યે કરેલી શરણાગતિ છે. વિલંબનો અર્થ એ જ છે, કે ભવસાગરમાં ડુબતા એવા આપણને બચાવવા માટે