________________
૨૫
ડિલે ઇસ ડેન્જરસ એ જ દિવસે તમે દીક્ષા લઈ લેજો . ન જાણ્યું જાનકીનાથે - કાલે શું થવાનું છે ?”
વિલંબ એ એક પ્રકારનું જોખમ ઉઠાવવા જેવું છે. જેમ કે ધસમસતી ગાડી આવી રહી હોય, ને સાવ જ આંધળુકિયા કરીને ક્રોસ કરી દેવા માટે દોડી જવું એ એક જોખમ છે. એમાં પણ ભાવિ અજ્ઞાત હોય છે અને વિલંબમાં પણ ભાવિ અજ્ઞાત હોય છે. કાર્યસિદ્ધિ બંનેમાં સાંશયિક (Doubtfull) હોય છે.
અને
દુર્ઘટનાની સંભાવના પૂરેપૂરી હોય છે. જેને જીવવું છે એ કદી પણ એવી રીતે રસ્તો ક્રોસ કરતો નથી. એવી રીતે રસ્તો ક્રોસ કરવા જેવું, એ એક પ્રકારનો આપઘાત છે. બરાબર એ જ રીતે જેને ધર્મ કરવો જ છે એ પણ વિલંબ શા માટે કરશે ? વિલંબ કરવો એ જાતે જ ધર્મથી વંચિત થવા બરાબર છે.