________________
૧૨
જે જે પ્રતિકૂળતા હોય
તે તે અનુકૂળતામાં ફેરવાઈ જાય છે.
ચારિત્ર મોહનીયનો વિશિષ્ટ ક્ષયોપશમ
ચારિત્રની ઝંખનાને અને એના પામવાના પુરુષાર્થને
વધુ પ્રબળ...પ્રબળતર...પ્રબળતમ બનાવે છે... પરિણામે
રહ્યા-સહ્યા પણ બાધક કર્મના
ભુક્કે ભુક્કા બોલાઈ જાય છે અને પ્રબળ આત્મવીર્યોલ્લાસ સાથે વર્ધમાન પરિણામની ધારા સાથે એ આત્મા ચારિત્રને પ્રાપ્ત કરે છે આ વિધિ-પ્રાપ્તિ
એના ચારિત્રને સતત વિશુદ્ધતર બનાવે છે, એને ઉચ્ચ-ઉચ્ચતર સંયમસ્થાનો પર આરોહણ કરાવે છે
નિષ્કલંક સંયમજીવનનો અવસર આપે છે અને શીઘ્ર મુક્તિનું વરદાન આપે છે.
જ્યોતિષના સંદર્ભમાં કહીએ
તો તિથિ, વાર, નક્ષત્રબળ, તારાબળ, કુંડળી અને નિમિત્ત, શુકન વગેરે કરતાં પણ
સર્વોત્કૃષ્ટ બળ કોઈનું હોય
તો એ ઉત્સાહનું છે.
પ્રબળ ઉત્સાહ...ઉછળતો ઉલ્લાસ
ડિલે ઇસ ડેન્જરસ