________________
દેવાધિદેવ ભગવાન મહાવીર વિહારાવસ્થામાં
ચિત્ર: શ્રી ગોવાલિયા ટે ક જૈન સંઘના સૌજન્યથી
ભગવ તને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછીના વિહારનું આ દશ્ય છે ભગવંત સુવર્ણ કમળ પર ચાલી રહ્યા છે. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. નીચે પુષ્પપ્રકર સ્વસ્તિકાદિ વિવિધ રચનાઓમાં ગોઠવાઈ રહેલ છે. ચદ્ર અને સૂર્ય દેવેંદ્રો ભગવંતને પ્રણામ કરી રહ્યા છે વૃક્ષ નમી રહ્યાં છે. હરણિયા પણ દર્શન કરે છે. દેવલેકમાંથી આવતા કેટલાક દેવતાઓ ભગવંતને નમસ્કાર કરી રહ્યા છે. કેટલાક દેવતાઓ દિવ્ય વાજિવડે દિવ્યધ્વનિ કરી રહ્યા છે. એક ખૂણામાં ઉપર દુંદુભિ (નગારું) વાગી રહેલ છે ચાર પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, છત્ર, સિંહાસન અને ચામરયુગ્મ ભગવંતના વિહાર વખતે આકાશમાં દેવતાઓ વડે સંચારિત કરાતા હોય છે. ચિત્રમાં અશોક વૃક્ષ અને ત્રણ છત્ર એક સાથે જ ઉપર આપેલા છે. તે
(ચિત્રકાર: શ્રી ગોકુલદાસ કાપડિયા)