________________
(૩૨)
શ્રમણ-શ્રમણીઓનું યોગદાન અનન્ય છે તેમાં બેમત નથી, પણ પુણ્યવંતા શ્રમણોપાસકોના સહયોગ પણ અદ્ભુત કહી શકાય તેમ છે. શ્રમણોપાસક શબ્દનો પર્યાયવાચી શ્રાવક શબ્દ ચતુર્વિધ સંઘના એક પાયારૂપે પ્રસિદ્ધ છે, તેને ઉપાસક પણ કહે છે. ચોવીશે તીર્થકરોની વિશાળ શ્રાવકસંખ્યા સ્વયં એક ગ્રંથરૂપ બને તેટલી વિશાળ શ્રેણી ધરાવે છે. આવા વિપુલ શ્રાવકગણના સમદષ્ટિને નિદર્શન પદ્ધતિથી રજૂ કરવા ગુણવૈવિધ્ય આધારિત પાત્ર પસંદગી પામ્યા, જે શ્રાવકના જીવનકવનની ઉદાત્ત સાક્ષીરૂપ છે. સર્વવિરતિ ગ્રહણ કરવાના સામર્થ્ય સાથે સર્વવિરતિના જ લક્ષ્યપૂર્વક દેશવિરતિ કે સમ્યક્તપણાને ધારણ કરતા એવા આ સંઘઘટકના ગુણોની અનુમોદના આરાધભાવને ઉત્પન્ન કરાવવામાં ઉદ્દીપક બની રહે છે તો સાથે સાથે વર્તમાનકાલીન શ્રાવકોને સમુદ્ર મધ્યે દીવાદાંડીરૂપ દિશાસૂચક પણ બને જ.
કચ્છના દુષ્કાળમાં અન્નભંડારો ખુલ્લા મૂકી દેતા એ જગડુશા દાતારને જોઈ લો કે ગુરુના મુખની રેખાઓ જોઈ ઉપાશ્રયના થાંભલાઓમાં લાખોની કિંમતનાં રત્ન જડી દેતો શ્રાવક લલ્લિગ જોઈ લો!
પ્રભાવક જ્ઞાનમૂર્તિઓના જ્ઞાનાધ્યન માટે ઠેઠ કાશીના પંડિતો સુધીની વ્યવસ્થા કરતા શ્રાવક ધનજી શૂરાને જોઈ લો, સાધર્મિક ભક્તિની પ્રેરણા દેતા પુણિયા શ્રાવકને જોઈ લો કે શત્રુંજયના ભવ્ય ઉદ્ધારો કરનારા શ્રાવકપુંગવો જાવડશા, સમરાશા, કર્માશાહ, તેજપાલ સોની જેવાને નિહાળી લો, આ સૌએ દાન, શીલ, તપ અને ભાવનાના યોગદાનની ગૌરવગાથા રચી છે.
વિજય શેઠ હોય કે મોતીશા શેઠ હોય, શેઠ કેશવજી નાયક હોય કે વેલજી માલુ હોય, શિવજી નેણશી હોય આ સૌએ મંદિરોના નિર્માણકાર્યમાં સંપત્તિનો છૂટે હાથે ઉપયોગ કર્યો. નરશી નાથા હોય કે આભુ શેઠ હોય, વર્ધમાન શાહ કે રાયશી શાહ હોય, શ્રાવકરત્નોની તો હારમાળા રચાય છે.
વર્તમાનયુગમાં પણ મસ્તક ઝુકાવી દે તેવા શ્રાવકો નજરે પડે છે. સંસારમાં રહેવા છતાં સંસારને સ્પર્શવા ન દેનારા ગુર્જરની ધન્યધરા ધોળકાના આજના કુમારપાળ શાહને દેખીને અહોભાવ છલકાય છે. વાહ રે પ્રભુના શ્રાવકો! ધન્ય છે તમારી સત્વશીલતાને! અભિવંદના છે તમારી સુકૃતધારાને! અહોભાવ છે! તમારાં ધર્મપરાક્રમો પર કલમ વામણી થાય છે, શબ્દો ઓછા પડે છે તમને સત્કારવા અને શણગારવા ભીમા કુંડલિયાની સર્વસ્વની સમર્પણની ભાવના કે સવા સોમાની સાધર્મિક ભક્તિનું કે મયણા-શ્રીપાળની નવપદજી પ્રત્યેની અખંડ શ્રદ્ધાનું વર્ણન ખરેખર અદ્ભુત છે.
સાતેય ક્ષેત્રોમાં સંપત્તિનો સદુપયોગ કરી પુણ્યપરબ બાંધનાર, શ્રાવકકરણીની વસુને નવપલ્લિત રાખનાર ગુણસંપન્ન શ્રાવકોના જીવનપરિચયો સરળ શૈલીમાં રજૂ કરાયા છે.
* દેવગિરિની ધરતી પર આકાર પામેલું અમૂલિકાવિહાર શ્રાવક પેથડશાની ધર્મભાવનાની યશોગાથા આપણને વારંવાર સંભળાવે છે. શત્રુંજય ઉપર તીર્થનિર્માણના પુનરુદ્ધારમાં પુણ્યલાભ અર્પિત કરનારા શેઠ મોતીશા, શેઠ બાલાભાઈ, પ્રેમચંદ મોદી, શેઠ હેમાભાઈ, શેઠ સાકરચંદ, નરશી કેશવજી, ચંદુ સંઘવી વગેરે આપણી વંદનાના અધિકારી છે.
પ્રભુ મહાવીરનાં સમયના વિશેષ પ્રસિદ્ધ થયેલા દશ શ્રાવકો પણ અનેક પ્રણામના અધિકારી છે. ગુજરાતના નરબંકાઓ ગણાતા વસ્તુપાલ તેજપાલે આરસનાં વિશાળ જિનમંદિરો બંધાવી પોતાની લક્ષ્મીનો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org