Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના આવા રાજેન્દ્રસૂરિજીના યથાર્થ વચન સાંભળી નગરશેઠના મગજમાંથી ભ્રમ નીકળી ગયો. લોકોમાં ખબર પડી કે જેમ આત્મારામજી પોતાના ચેલાઓને તથા શ્રાવકને પત્ર લખી પોસ્ટમાં નાંખે છે તથા ગૃહસ્થોના હાથે પહોંચાડે છે તેવો વ્યવહાર રાજેન્દ્રસૂરિ કે તેમના સમુદાયના સાધુઓનો નથી. તેથી આ બધું તરકટ આત્મારામજી તરફના શ્રાવકો અને સાધુઓનું છે. છતાંય આપણા શહેરમાં રહેલ કોઈ સાધુ ભગવંતનું દિલ દુભાય નહીં તે માટે આત્મારામજીની દિલગીરી મટાડવા નગરશેઠે કાગળ છપાવી પ્રસિદ્ધ કર્યો. તેની નકલ આત્મારામજીએ સ્વરચિત ચતુર્થસ્તુતિનિર્ણયમાં મૂકેલા છે, તેથી અહીં મૂકતાં નથી. તેમાં લખ્યું છે કે અહીં સભા થઈ નથી, માટે હારવા-જીતવાનો પ્રશ્ન નથી. પણ રાજેન્દ્રસૂરિ અને ધનવિજય સભા કરવાની ના કહી ગયા તેવું લખ્યું નથી. જયારે આત્મારામજીએ છાપામાં છપાવેલ કે રાજેન્દ્રસૂરિએ સભાની ના પાડેલ છે. આવું અસત્ય તો આત્મારામજી સિવાય બીજો કોઈ પુણ્યભીરુ લખી શકે નહીં. જો રાજેન્દ્રસૂરિએ સભાની ના પાડી હોત તો અમદાવાદના શ્રેષ્ઠીઓ કાગળમાં લખત. ખોટું લખવું તે મહાપ્રાયશ્ચિત્ત જાણી તેમણે લખેલ નથી. આવું તો આત્મારામજી જ લખી શકે.
વળી આત્મારામજીએ ચતુર્થસ્તુતિનિર્ણયના પાના નંબર પથી ૧૫માં રાજેન્દ્રસૂરિ તથા રાધનપુર સંબંધી પણ અસત્ય લખેલ છે, પણ તેની યથાર્થતા ચકાસવા, હકીકત જાણવા સંવત ૧૯૪૫ની સાલમાં માલવા-મારવાડના શ્રાવકો ગુરુદેવને વંદન કરવા આવ્યા ત્યારે રાજેન્દ્રસૂરિનું ચોમાસું વિરમગામમાં હતું. ત્યાં જઈ શ્રાવકોએ પૂછ્યું કે આત્મારામજી તેમના પુસ્તકમાં પાના નંબર પથી ૭માં જે બીના લખે છે તે સત્ય છે કે અસત્ય ? તે બીના કેવી રીતે બની તે અમને હકીકત જણાવવા કૃપા કરો.
તેના જવાબમાં રાજેન્દ્રસૂરિએ કહ્યું કે “સંવત ૧૯૪૩ની સાલમાં અમે થરાદથી રાધનપુર ગયા. ત્યાં તપગચ્છ, ખરતરગચ્છના તટસ્થ શ્રાવક ઘણા સમયથી ત્રણ થોય કરતાં આવેલાં. આગમિકગચ્છ, ધનજી સાજી અને પાયજંદગચ્છ તરફના શ્રાવકોએ રાધનપુરમાં ત્રણ અને ચાર થાય