Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના પણ તેમનું કહેવું એમ છે કે “આત્મારામજીને બોલીને ફરી જવાનો ભય નથી. તેથી પ્રથમ કાગળ-પત્રથી જે બાબત નિર્ણય કરવાના હોય તે બાબતના પ્રશ્નોત્તર કરવા. તેમાં નિર્ણય ન થાય તો જનરલ સભામાં જૈનદર્શન અને અન્યદર્શનના સારા-સારા વિદ્વાનોની હાજરીમાં સવાલ-જવાબ કરવાથી બધાનું વિદ્વાનપણું અને પંડિતાઈ જણાઈ આવશે” એવો રાજેન્દ્રસૂરિનો વિચાર હતો. વળી, આત્મારામજી લખે છે કે સભા કરવી હોય તો નગરશેઠ વગેરેને કહી રાજેન્દ્રસૂરિ વ્યવસ્થા કરી ખબર આપે. આ તો કેવા અઘટિત વિચારો છે કે સભા કરવાનો પ્રયત્ન પોતે કરી, પાછળથી બીજાને કહેવું તે પોતાની હનશક્તિ બતાવે છે. જો સભા કરવી હોય તો અમને કાંઈ પ્રતિકૂળતા નથી. માટે યોગ્ય સ્થળે અમુક સારા-સારા તટસ્થ ગૃહસ્થોને તથા ન્યાયી લોકોને રાખી સભામાં નિર્ણય થવો જોઈએ.” બંને પક્ષ તરફથી છાપામાં છપાયેલ હકીકત તથા અન્ય છાપામાં પણ છપાયેલ હકીતત પરથી સાબિત થાય છે કે રાજેન્દ્રસૂરિએ સભાની ના કહી નથી. ત્યારે “ચતુર્થસ્તુતિનિર્ણય”ની પ્રસ્તાવનામાં બીજા પાનામાં આત્મારામજી લખે છે કે નગરશેઠના વંડામાં આવીને શેઠજીને કહી ગયા કે અમે સભા નહીં કરીએ. તે સાવ અસત્ય છે. કારણ કે અન્યદર્શનીઓએ પણ બંને પક્ષની હકીકત છાપી તે ઉપરથી તો આત્મારામજી તરફથી સભા કરવાનું બંધ કર્યું હોય તેવું સાબિત થાય છે. વળી ચતુર્થસ્તુતિનિર્ણય પ્રસ્તાવનામાં પાના નંબર ત્રણ પર આત્મારામજી લખે છે કે “પ્રશ્ન સારી રીતે શુદ્ધ લખાયેલ ન હતા, તે માટે શેઠજીને મેં પાછા આપી દીધા.” વાક્યોમાં જ આત્મારામજીએ વ્યાકરણની ભૂલો કરી છે, વળી વ્યાકરણની ભૂલો આખા ગ્રંથમાં ઘણી જ છે, સંસ્કૃતમાં પણ ઘણી ભૂલો છે. આત્મારામજીએ કરેલ મહાન ભૂલ : અમદાવાદમાં જાહેર સભામાં આત્મારામજીએ શત્રુંજય ગિરિરાજ જયાં

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 494