Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 29
________________ સાવલા રીતે છો. તો તમને તમારામાં જવા માટે એ ખસેડવાની જરૂર નથી, તમારે એમાંથી ખસી જવાની જરૂર છે. સમગ્રની સાથે રહો પણ તમારામાં રહીને સમગ્રની સાથે રહો. ભાઈ ! સમગ્ર સાથે સંઘર્ષની, યુધ્ધની, કલહની શી જરૂર? સમગ્રના સ્વીકાર સાથે જ તમને સમગ્રમાં દિવ્યતા દેખાશે. ત્યાં સહકારની જરૂર છે. તમે તમારામાં રહો ને તમારામાં જીવો, તો સમગ્ર સાથેનો સંઘર્ષ ટળશે, તે જ પળે તમે શાંત બનશો અને તે જ પળે સ્વરૂપમાં ઠરશો. ભાઈ! આ કોઈ જુદી જ પણ એના રહસ્યની વાર્તા છે. તા.૧૭-૮-૧૯૭૯ વીતરાગ પુરુષ એ જ એક માત્ર સાધનાનું, સર્વોત્કૃષ્ટ સિદ્ધિનું કારણ છે. એક માત્ર અસાધારણ, અવંચક નિમિત્ત છે, વીતરાગ પુરુષની સાથે ચેતન જોડાઈ જાય, એનામાં સમાઈ જાય, એના પ્રત્યેક ભાવને એ ઝીલતો જાય અને વીતરાગ પુરુષની ઈચ્છાને સર્વ રીતે સાકાર કરતો જાય, એ જ સાધનાનું ગુપ્ત રહસ્ય છે. વીતરાગ પુરુષને ઈચ્છા ન હોય પણ વીતરાગ ભાવની સાથે જે કરુણા ભાવછે એના કારણે સાધકનું હિત જેમાં છે, જે રીતે છે, એ રીતે સાધક સમજે ને આચરે એવો ભાવ હોય એને જ સાકાર કરવો એ જ સાધના. ભાઈ! વીતરાગ પુરુષ મળ્યા નથી. મળ્યા હોય તો ઓળખ્યા નથી, ઓળખ્યા હોય તો રાગના પ્રબળ વેગમાં ઉત્કૃષ્ટ પ્રેમ પ્રગટયો નથી. અને પ્રેમ પ્રગટ્યો હોય તો તે અવિચ્છિન્ન ટકયો નથી, ને એ પુરુષને ખોયા છે. તમે હવે મેળવેલું ખોશો નહીં, જે મળ્યું છે એ સર્વશ્રેષ્ઠ છે. હવે એનું જતન કરશો. તા.૪-૨-૧૯૮૦ અંદર જે થાય છે તેને રોકનારાં પરિબળો સક્રિય થઈ એક વાર તો હંફાવે છે, હંફાવવા પ્રયત્ન કરે છે. પણ ખરી બિના જુદી છે. સપુરુષ મળતાં, એના ચરણમાં સમર્પિત થતાં, સાધકની સત્ તરફની યાત્રાના પ્રારંભ પહેલાં એનો અસત સાથે ગાઢ સંબંધ હતો. તેમાં તન્મય હતો, તદાકાર હતો. એ સંબંધ વખતે અસત્ તરફ એને જે તાદાભ્ય અનુભવ્યું, તન્મયતા અનુભવી, રસમાં તરબોળ બન્યો, ભાવ આવ્યો, એમાં સક્રિય બન્યો એ વખતે રચાયેલાં સ્પંદનો, પરિબળો, ભાવો, ઊર્મિઓ સત્ તરફ જતા સાધકને એમ પૂછે છે કે શું હવે ભૂલી જશો? નાતો તોડશો? સંબંધ વિચ્છેદ કરશો? અને અસત્ પોતાની તમામ તાકાતથી = ૨ = ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178