________________
જ્ઞાતીની દવા
પટ
તા. ૯-૯-૧૯૭૭. આંતરિક ઘટના ત્યારે ઘટશે જ્યારે વિશેષ પ્રકારની સાધના થશે.
જેને વિશેષ પ્રકારની સાધના કરવી હોય તેને સમ્યફ પ્રકારે, દરેક પાસાથી તત્ત્વ નિર્ણય કરવો જોઈએ. સ્વીકાર તે નિર્ણય નથી, શ્રધ્ધા તે પણ નિર્ણય નથી. નિર્ણયના મૂળમાં વિચાર, તીવ્ર અને સતત વિચાર ચાલે છે, તેમાંથી મંથન જાગે છે. ત્યારે તે જીવનના વ્યવહારમાં કંઈપણ કરતો હોય ત્યારે વિચારાભિમુખ હોય છે.
વિકારને લાગણી ભેળવ્યા વગર જોવો. લાગણીને પણ જોવી, આમ થવાથી તેની પુનરાવૃત્તિ નથી થતી. વિકાર સાથે વહી જઈએ છીએ, જયારે વિકાર રોકવા કોશિશ તમે કરો છો ત્યારે પણ વિકારમાં વહેતા જ છો. જયારે વિકારના પ્રયોગમાં સક્રિય બનો છો ત્યારે પણ વહેતા જ છો. (એક ત્રીજી અવસ્થા છે.) તે વખતે એક વાત ભૂલાઈ જાય છે. તે એ કે અંદર એક એવું તત્ત્વ, જીવંત અસ્તિત્વ બેઠું છે તે બધા વંદ્વોથી પર છે, તેના તરફ દૃષ્ટિ જાય - તે ધ્યાન છે.
અસ્તિત્વને અયથાર્થ સ્વરૂપમાં માની લેવાય છે તે ભૂલ છે. એ માટે એક જરૂરી વસ્તુ છે. નીચલી ભૂમિકા ઉપર એ તત્ત્વનો સમ્યફ નિર્ણય કરી લેવો. એ નિર્ણય માટે સાધન એ શબ્દ છે. એ શબ્દ વીતરાગનો જ જોઈએ, એ અનિવાર્ય છે કેમ કે વીતરાગતાની સાથે જ્ઞાનની શુદ્ધિ સંબંધિત છે અને સંપૂર્ણ સદાય રહે તેવું વીતરાગત્વ છે. આ અવસ્થામાં જ્ઞાન શુદ્ધ બનીને ચરમ અવસ્થાએ પહોંચે છે, આવા જ્ઞાનમાં એ તત્ત્વ અનુભવાય તો જ તે સત્, તો જ યથાર્થ.
પ્રશ્ન તો આ ગુરુકૃપાથી ન થાય?
ગુરુકૃપા શબ્દ વાપરવાની જરૂર નથી. તે ગુરુકૃપા છે તે સાચું, પરંતુ આ તત્ત્વ ન સમજાય તો ગુરુકૃપાનું માહાભ્ય નહીં સમજાય.
આજે ગુરુકૃપા બહુ સારી, સસ્તી ને સરળ વાત લાગે છે. ઉપરની વાત જયારે સમજાશે ત્યારે ગુરુકૃપાની પરમ ગંભીરતા સમજાશે.
પ્રશ્ન : જે સત્ય આપણે શોધવું છે તે ખરેખર કઈ અવસ્થામાં મળે?
એ વીતરાગ અવસ્થામાં જ મળે, એ જ અવસ્થામાં જ્ઞાન શુદ્ધ હોય. આ સમજાય તો જ ગુરુની સાચી ઓળખાણ થશે. (નહીંતો ગમેતે ગુરુચઢી બેસે.) સાચા શાસ્ત્રની ઓળખાણ થશે નહીં તો ગમે તે પુસ્તક શાસ્ત્ર બની બેસશે.) અને તો જ સાચી સાધના થશે નહીં તો ગમે તે સાધના થશે) મુખ્ય વસ્તુ એ છે કે રાગદ્વેષ રહિત સ્વભાવ જેનો છે તે.... આવો સ્વભાવ.... તમારો મારો સર્વનો છે જ. ૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org