________________
સાધકનું સમાધાન
ઓં અર્હ નમઃ
શ્રી મણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશ૨-ચંદ્ર-પ્રભવચંદ્રસૂરિસદ્ગુરુભ્યો નમઃ
પ્રાથન
પરમ પૂજય ગુરુજી ભાનુવિજયજી મહારાજની અધ્યાત્મરસ નિસ્યંદી અંતર ચેતનાને જાગૃત કરતી વાણીના પાનથી અનેક આત્માઓ અંતર્મુખ બન્યા. પાટણ ઢંઢેરવાડાના વતની ભાઈશ્રી વજુભાઈ, અ.સૌ. કલાબેન સપરિવાર વિશેષ ધર્માભિમુખ બન્યા. પૂ. ગુરુજી પ્રત્યે અનન્ય ભક્તિવંત તેઓએ પૂ. ગુરુજીની ત્રણ વર્ષની એકાંત મોન ધ્યાન સાધનાની પૂર્ણાહુતિની અનુમોદનાર્થે તા. ૮-૩-૧૯૮૦ ના રોજ શ્રી સિધ્ધચક્ર મહાપૂજન ભણાવ્યું.
પૂ. ગુરુજી તથા અન્ય સાધકોને એકાંતમાં ધ્યાન અને ભક્તિની આરાધનાર્થે તા. ૨૪/૮/૧૯૭૯ વિ.સં. ૨૦૩૫ ભાદરવા સુદ બીજના શુક્રવારે ખાતમુહૂર્ત કરી ધ્યાન મંદિરનું નિર્માણ કર્યું તથા ધ્યાન અને ભક્તિના આલંબન રૂપ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી. વર્ષો બાદ ગર્ભગૃહનો પાયામાંથી પુનઃ ઉધ્ધાર કરાવ્યો તથા ત્રિદિવસીય મહોત્સવ પૂર્વક વીર સંવત ૨૫૨૭ તા. ૨૦/૫/૨૦૦૧ વિ.સં. ૨૦૫૭ વૈશાખ વદ બારસ રવિવારના રોજ પૂ. ગુરુજીના વરદ હસ્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ આદિની પ્રતિષ્ઠા કરી. વીતરાગ આરાધના કેન્દ્રના નામથી પ્રસિધ્ધ આ ધ્યાન મંદિરમાં આજે પણ પૂ. ગુરુજી તથા સર્વે આરાધકો ભક્તિ તથા ધ્યાનનો લાભ લઈ જીવનને ધન્ય બનાવે છે.
પૂ. ગુરુજીના કૃપા પાત્ર તેઓને આરાધના આદિમાં જે જે પ્રશ્નો ઉદ્ભવ્યા તેના માર્ગદર્શન માટે પૂ. ગુરુજીએ અનેક પત્રો લખ્યા. તથા જોટાણાના મુમુક્ષુ શ્રી નરોત્તમભાઈ પટેલ આદિને પણ પત્રો લખેલા. સા. દિવ્યદર્શિતાશ્રીજીએ તેમાંથી કેટલાક પત્રોનું સંકલન કર્યું અને તે આ ચૈતન્ય યાત્રા ભાગ-૩, વિભાગ-૨ માં પ્રકાશિત થઈ રહયા
છે.
આ પત્રોમાં જે જ્ઞાનામૃત પીરસાયું છે તેનો રસાસ્વાદ તો મુમુક્ષુ વાચક વર્ગ જ માણી શકશે. અંતમાં મુમુક્ષુ આત્મા આ વચનામૃતોનું વાંચન, ચિંતન, મનન, નિદિધ્યાસન કરી મોહમાયામાંથી મુક્ત બની, નિજ ચૈતન્ય દેવ તરફ પોતાની ચેતનાને વાળે ને ત્યાં જ સ્થિરતા પ્રાપ્ત કરી, પરબ્રહ્મનો પરમ રસાસ્વાદ માણી, માનવ જન્મને સાર્થક કરવા સમર્થ બને એ જ મંગલ કામના.
શ્રી સૌભાગ્ય-જ્ઞાન-વિનય શિશુ સાધ્વી પ્રિયદર્શનાશ્રી
વીર સંવત : ૨૫૩૫, વિ. સંવત ૨૦૬૫ અષાઢ સુદ-૧૪ સોમવાર તા. ૬/૭/૨૦૦૯ પૂ. ગુરુજીનો ૭૯મો જન્મદિન
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org