Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 142
________________ સાધકનું સમાધાના કહેવામાં આવે છે અને આ સમ્યગૂ દર્શન જ આ અનાદિકાલીન અહંકારનો વિલય કરે છે. એ પછીની અવસ્થાને મોક્ષ કહીશું. ભલે નિર્વાચન નામકરણ તો કરવું જ પડશે ને અનુભૂતિને વ્યક્ત કરવા આ વિરાટ વિશ્વમાં શબ્દ સિવાય બીજું કંઈ જ આલંબન નથી અને આ શબ્દો એ જ છેવટે શાસ્ત્રો બન્યા ને? અને પછી તો બુધ્ધિને ધારદાર બનાવી આ સાક્ષરો યુધ્ધના મેદાનમાં ઊતર્યા છે. સંપ્રદાયો અને વાડાઓ ઊભા થઈ રહ્યા છે. પરમ સત્ય કોઈ બંધન સ્વીકારવા તૈયાર નથી. માટે જ એ તમામ દિવાલોને ભેદીને પ્રગટ થાય છે, જે શાસ્ત્રોમાં નથી જડતું. જગતના ખૂણે ખાંચરે વિચરતા સત્પુરુષો દૂરથી આ દશ્ય જુએ છે, ક્યારેક અશ્રુ સારે છે. પણ ઘણી વખત તો એ દ્રષ્ટા બનીને જ જુએ છે. કોઈક કોઈક વિરલની દૃષ્ટિ એના પર પડે છે ત્યારે જ એ એની ગોદમાં સમાય છે, ત્યારે જ સત્પુરુષ ધીમે સ્વરે કાનમાં કહેતો હોય છે, “પ્યારા બાળ! સત્ય આમાં નથી. એ તું છો, પરમ સત્યે તું છો ને તારામાંથી જ એ તને જડશે. જા ત્યારે, સ્વ જ્ઞાનના ને નિઃસાધનતાના દિવ્ય સાધન દ્વારા તું તારામાં ગતિ કર”. બસ આ શબ્દો જાણે સર્વ શાસ્ત્રોનો સાર છે. સર્વધર્મોનો નિચોડ છે. સમગ્ર તત્ત્વજ્ઞાનનો અર્ક છે અને એ જ પોતાનો અણમોલ વૈભવ છે. તે શાસ્ત્રોમાંથી, અનુષ્ઠાનોમાંથી નહિ જ જડે. અંતરમાં ડોકિયું કરવું જ પડશે ને! જિનહિ પાયા હિનહિ છિપાયા, ન કહે કોલકે કાનમેં, તાલી લાગી જબ અનુભવ કી તબ જાને કોઉ સાનમેં. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં (ઉપા, યશોવિજયજી મ.) બસ આ જ સંગીત જીવનમાં ગુંજતું બને તે જ સાધના. એણે કશું જ માગ્યું નથી, માંગવું એને ગમતું નથી ને માત્ર આપવું ને આપવું એ જ એનો સ્વભાવ છે, એણે કેટલું બધું આપ્યું? કરુણા-હિમાલય પરથી ખલખલ કરતા વહેતા વિશાળ ઝરણાઓની માફક જેના હૃદયમાં કરુણાના ધોધ વહી રહ્યા હતા. સમ્યમ્ દર્શનરૂપ દિવ્ય રસાયણનો સ્પર્શ થતાં એ કરુણા ભાવકરુણા બની. કરુણાએ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. સ્થૂલ સૃષ્ટિ દૃષ્ટિમાંથી અલોપ થઈ ને અંતર સૃષ્ટિમાં એ કરુણામૂર્તિએ દષ્ટિપાત કર્યો. પરમ આનંદનું જન્મ સ્થાન શુધ્ધ જીવાસ્તિકાય વિભ્રમ પામી, શોકને જન્મ આપી રહી છે. એ વેદના એના માટે અસહ્ય બની. આ કોઈ એકની ૧૩૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178