Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul
View full book text
________________
“ગુરુ વંદના” સમતાની સાધના, યોગની આરાધના, ગુરૂદેવના જીવનમાં ક્ષમાની પ્રધાનતા, બાનની ઉપાસના, જ્ઞાનની પ્રભાવના, ગુરુદેવના હૈયામાં પ્રેમની પ્રકર્ષતા. (૧)
બાલ્યવયમાં માતપિતાની સાથે, પ્રવિચંદ્ર ગુરુજીના વરદ હસ્તે, સંયમ ગ્રહી ભાનુવિજય નામ સોહાવે, ગુરુદેવના હૈયામાં અધ્યાત્મની ભાવના (૨)
જૈન દર્શનનું ઊંડું અધ્યયન કીધું, ષડ્રદર્શનનું પણ જ્ઞાન જ લીધું. મતભેદ વિના જીવો તત્વને પામે, ગુરુદેવના હૈયામાં તત્વની ચિંતના. (૩)
સર્વજીવોના મંગલ અર્થે, ધ્યાન યોગ કેરી સાધના કાજે, સર્વ મંગલમ્ આશ્રમનું નિર્માણ કીધું, ગુરુદેવના હૈયામાં વિશ્વની ચિંતના (૪)
પુખ્ત વયસ્કોની જીવન સમાધિ, પ્રભુ-ભક્તિ ને સ્વાધ્યાયની મસ્તી, વાનપ્રસ્થ કેન્દ્રમાં નિત નિત થાય. ગુરુદેવના હૈયામાં સમાધિની ભાવના (૫)
ભારતીય દર્શનના સમન્વય માટે, તત્વજ્ઞાન કેન્દ્રના માધ્યમ વાટે. પરમ તત્વ ત્રિમાસિક જ્ઞાન પ્રસારે, ગુરુદેવના હૈયામાં જ્ઞાનની પ્રધાનતા (૯)
પ્રભુના ચરણોમાં સમર્પિત રહીને, અખંડપણે મંત્ર સ્મરણ કરીને, વીતરાગ આરાધના કેન્દ્ર ભક્તિ થાવે, ગુરુદેવના હૈયામાં ભક્તિની પ્રધાનતા (૭)
સર્વ દર્શનના વિજ્ઞાન કાજે, વીતરાગ વિજ્ઞાન કેન્દ્ર વિરાજે, તત્વરુચિ જીવો બોધ પામે, ગુર્દેવના હૈયામાં તત્વની પ્રધાનતા. (૮)
હૈયામાં જ્ઞાન કેરી ગંગા વહે છે, નિર્મળ નીરે જીવે પાવન બને છે, “ચૈતન્ય યાત્રા” ગ્રંથે તેહ સમાઈ છે. ગુરુદેવના ચરણોમાં કોટિ કોટિ વંદના (૯)
નિશદિન આતમના ઉપયોગે રહીને, સર્વ પ્રવૃત્તિમાં નિર્લેપ વહીને, નિષ્કામ કર્મનો બોધ જ દેતા, નિરપેક્ષ ગુરુજીને અગણિત વંદના (૧૦)
શ્રી જ્ઞાન - વિનય - શિશુ.
૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/1d5503064cb00b416cd46fb17f3019f2bf86eaf07bfea63ba753faadf0d0a488.jpg)
Page Navigation
1 ... 174 175 176 177 178