________________
સાધકનું સમાધાન
-
કાળની ગણતરીમાં એક વર્ષ, વિતેલું વર્ષ ઉમેરાયું અને હવે આજથી નવા વર્ષનો પ્રારંભ થાય છે, અનંતના સિંધુમાં એક બિંદુ મળ્યું, નવા બિંદુની રચનાનો આજથી પ્રારંભ થયો. એનો હર્ષ દ્રષ્ટા અનુભવે છે, તે જ વિકાર છે. દશ્ય શાશ્વત રહે એવી પ્રાર્થના એ જ વાસના છે.
દ્રષ્ટા દૃશ્યને જોઈ રહ્યો છે અનંતકાળથી, એમાં એક વર્ષ ઉમેરાયું. આજથી નૂતન વર્ષનો પ્રારંભ છે. દ્રષ્ટા દશ્યને જ જોયા કરશે, સૃષ્ટિની ઉંમર વધશે. દષ્ટિ નહિ કરે ત્યાં સુધી વિદાય અને આવકારનો વ્યવહાર છે. વિદાય જે લે છે તે માટે શોક કરવાનો, પ્રવેશ કરે છે તેને આવકાર આપીને હર્ષ પ્રગટ કરવાનો. આ વંદનું ઘેલું દ્રષ્ટાને લાગ્યું. નિર્દદ્ર સ્વભાવ ને સ્વરૂપે નિર્ટ એ ઠંદ્રના ચાળા કરી રહયો છે. એ વંદ્રની રમત માંડીને બેઠો છે, એમાં રિસામણાં ને મનામણાં કરે છે. રાગ એના મનામણાં છે ને કેષ એના રિસામણાં, રાગ ને વૈષના વાઘા પહેરી દ્રષ્ટા સૃષ્ટિમાં સૃષ્ટિની રંગભૂમિમાં ઊભો છે, એના પ્રવેશનો પ્રારંભ પુનઃ થાય છે, એનો મહોત્સવ દુનિયા માને છે, એને દિવાળી કહે છે, કેમ કહેવાય દિવાળી ? જે દિવસે દ્રષ્ટા પોતાની દૃષ્ટિને દૃશ્ય તરફથી પાછી વાળશે ને દ્રષ્ટાને જોશે તે જ સાચી દિવાળી, મહોત્સવ એનો હોય, એ જ નૂતન છે. એનો જ પ્રારંભ થવો જોઈએ.
દ્રષ્ટાની દૃષ્ટિ દશ્યને વળગીને અનંતકાળથી ઊભી છે. જેના કારણે સૃષ્ટિ છે એ જ કાર્યનો પ્રારંભ તે પુનરાવૃતિ છે, ભૂતકાળની ટેવ છે, જૂના કાર્યની યાદી છે, એને પ્રારંભ ન કહેવાય. એ નૂતન નથી, પુનરાવૃત્તિ છે, ભવ છે. દ્રષ્ટા દશ્યને ભૂલીને દ્રષ્ટાને જોતો થાય. દશ્યની સૃષ્ટિમાં, દશ્યનો દ્રષ્ટા દ્રષ્ટાને ભૂલીને બેઠો છે, એને દશ્યનું વિસ્મરણ થાય ને દ્રષ્ટાનું સ્મરણ થાય ને દ્રષ્ટા દ્રષ્ટાને જ જુવે. દ્રષ્ટાની દૃષ્ટિ દશ્યથી પાછી ફરી દ્રષ્ટાને જ જોનારી બને, એનો પ્રારંભ થાય એ કાર્ય નૂતન છે, એની શરૂઆત આજથી કરવાની, માટે આ બેસતું વર્ષ, દ્રષ્ટા દશ્યને ભૂલવાનો સંકલ્પ કરે, દ્રષ્ટાને નહિ ભૂલવાનો દઢ નિશ્ચય કરે, એની મંગલ શરૂઆત જ આજથી કરવાની અને આ વર્ષ વિદાય લે તે પહેલાં દૃષ્ટિ દ્રષ્ટામાં સમાઈ જાય એ સિદ્ધિ મેળવવાની, ત્યારે આનંદની વર્ષા વરસશે. આ મહાન કાર્ય છે.
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org