Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 150
________________ સાધકનું સમાધાન તે જ અજ્ઞાન છે. એનો જ અંધકાર ચારેકોર છવાયો છે. એ અજ્ઞાન અંધકારમાં વિશ્વ અટવાઈ રહયું છે, છતાંયે અમે સાધના કરીએ છીએ. વ્રત, તપ કરીએ છીએ, ભોગી મટીને યોગી બનીએ છીએ. સંસારી મટીને સંન્યાસી બનીએ છીએ, ભજન કરીને ભક્ત બનીએ છીએ, એમ તે માને છે, અને પછી તે નેતા બને છે. બીજાઓ દોરવાય છે. એને સંપ્રદાય કહે છે. નેતા એટલે લઈ જનારો, દોરી જનારો, પણ અજ્ઞાન અંધકારમાં અટવાતો જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કર્યા વગર દોરવણી કેવી રીતે આપશે? દોરવશે કેવી રીતે ? અને એને ના કોણ કહેશે? અને બીજો ના કહે ત્યારે પોતાના નેતૃત્વનો દાવો ન છોડે એ જ કદાગ્રહ છે. એના દોરવાયેલા અહંકાર કરે છે તપનો, વતનો, યોગનો. એને જ ધર્મ માનવો તે છે મોહ. અજ્ઞાન અંધકારમાં અટવાતો એટલે દશ્યના રાગવાળી દૃષ્ટિને સાચી માનનારો. દ્રષ્ટાના પ્રેમવાળી દૃષ્ટિ તે જ જ્ઞાન, સમ્યગુજ્ઞાન, દિવ્યજ્ઞાન, પ્રકાશ. જ્ઞાન એ જ અંજન. અનંતકાળથી દ્રષ્ટાને ભૂલીને દૃશ્યને જોનારો, સૃષ્ટિમાં સૂતેલો, તેની આંખમાં, દૃષ્ટિમાં પ્રેમની સળી દ્વારા જ્ઞાનાંજન આજે અને દ્રષ્ટાની આંખ ઉઘાડે તે સદ્ગુરુ, એને જ નમસ્કાર હો, નમસ્કાર હો ! અહો એનો ઉપકાર ! એણે જે દૃષ્ટિ આપી એ દષ્ટિએ દ્રષ્ટા જોયો. દ્રષ્ટાને જોતાં સૃષ્ટિનો વિલય થયો, સંસારનો મૃત્યુઘંટ વાગ્યો. મુક્તિનું મંગલ પ્રભાત ઊગ્યું, દુઃખના દાવાનળ શમ્યા. આનંદના સિંધુ ઊમટ્યા. દ્રષ્ટાએ દ્રષ્ટાને દૃષ્ટિ દ્વારા જોયો. દશ્ય સાથે અભેદ સાધેલી દષ્ટિ એ દ્રષ્ટા સાથે અભેદ થઈ. એને સત મળ્યું, એને ચિત મળ્યું, એને આનંદ મળ્યો. આ ઉપકાર છે સદ્ગુરુનો. શું એમના ચરણે ધરીએ ? શા એમના સન્માન કરીએ ? અનંત કાળના અરમાન જેણે ટાળ્યાં, ભવોભવના અપમાન જેણે ટાળ્યાં, એનો બદલો કઈ રીતે આપીએ? એણે આંખમાં અંજન આંજયું, ત્રીજું લોચન આપ્યું. અજ્ઞાન અંધકાર દૂર કર્યો ત્યારે દ્રષ્ટા દૃશ્યમાન થયા, દૃષ્ટિનો મોહ દૂર થયો ત્યારે સૃષ્ટિની ભ્રાંતિ ટળી, દ્રષ્ટાનો ભાસ થયો. શુધ્ધ ચેતનાની સાથે રમતા, અજર અમર અને અવિનાશી માયાતીત દ્રષ્ટાનાં દર્શન થયાં ત્યારે તે સૃષ્ટિનો કર્તા મટયો, દ્રષ્ટા બન્યો, દષ્ટિ દ્રષ્ટા ૧૩૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178