________________
સાધકનું સમાધાના
તમારી તબિયતના સમાચાર વાંચ્યા. આ સંયોગોમાં તમે મનથી સ્વસ્થ રહેશો. શરીરમાં રોગ થાય છે. એ ઘણા ઉપાયો કર્યા છતાં ન મટે ત્યારે સમતાપૂર્વક સહન કરવું એ જ ઉપાય છે.
અંતરમાં સતત પરમાત્માનું સ્મરણ રાખશો. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી, પ્રેમ, ઉદારતાનો ભાવ રાખશો.
જીવન દરમિયાન તમારા હાથે અનેક સકર્મો થયા છે. માનવ કલ્યાણની વિવિધ પ્રવૃતિઓ પણ કરી છે અને અનેક પ્રાણીઓને શાંતિ પહોંચાડી છે, હજુ પણ તમારી જાગૃત અવસ્થા છે, બને એટલા સત્કર્મો કરશો.
જ્ઞાની પુરુષોએ કહ્યું છે, “આત્મા અને દેહ ભિન્ન છે, જુદા છે. એ આત્માનું જ્ઞાન દેહ છૂટે તે પહેલા થાય તો હિત થાય”. ખૂબ ખૂબ મંત્ર જપ કરશો. નવકાર મંત્રનો જપ કરશો.
''IMMS
૧૫૮ Jain Education International
૧૫૮i
For Private & Personal Use Only
or one & Famond Use or
www.jainelibrary.org