Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 162
________________ સાધકનું સમાધાન ઊઠતું સંગીત, એ ગુંજ, એ ધ્વનિ સાંભળો. વિચારોની ભીડ, વિકલ્પોનું ટોળું એ કંઈ જીવનનું ગીત નથી. એ તો માત્ર ભાર છે, બોજો છે અને એ ભયંકર માનસિક સંધર્ષ છે. એ તમને કોરી ખાશે, તમને ચૂસી જશે, તમને સળગાવશે. તમારા જીવનની પુકાર શું છે ? તમને એવો ધ્વનિ આવે છે, મારે મારી જાતને, મારા અસ્તિત્વને જાણવું છે, સમજવું છે અને એ અસ્તિત્વ જેને હું ચેતના કહું છું, એનું ઊર્વીકરણ કરવું છે. એ ચેતનાને સંપૂર્ણ મુક્ત કરવી છે ? મુક્ત કરવી છે અને એ ચેતનાને પરમ ચેતના સાથે જોડવી છે, એવો ધ્વની ઊઠે છે. તો તો તમારે એક વખત કઠોરતાથી એ પ્રક્રિયામાં ઢળવું પડશે. એ એક સળંગ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયામાં ગૂઢ વેદના છે. ૧૦૦-૧૦૦ પ્રસૂતિની પીડા કરતાં અનેક ગણી પીડા એમાં છે. એ પીડાને, એ વેદનાને ઝીલવાની તમારી તૈયારી છે ? હિંમત છે ? સાહસ છે? સામર્થ્ય છે? શક્તિ છે ? અને એ પ્રક્રિયામાં ઢળવાની તમારી તૈયારી છે કે ? એની સૌથી પહેલી શરત એ છે કે એ પ્રક્રિયામાં એકલાને, સાવ એકલાને, બિલકુલ એકલાને ઢળવું પડે છે. એ યાત્રાનો પ્રારંભ બિલકુલ એકલાએ કરવો પડે છે. હજાર જણા સાથે યાત્રા કરવા નીકળે તો પણ પ્રત્યેક વ્યક્તિને એકલાને જ એ યાત્રા કરવી પડે છે. એ પીડા એ વેદના એકલાએ સહન કરવાની છે. અને એ માટે નિરાધાર, નિરાલંબ, અસહાય, એકાકી, એકલા અશરણ બનવું પડે છે અને એવી તૈયારી હોય તો જ આ યાત્રા થઈ શકે છે. તમારે ખરેખર આ યાત્રા કરવી છે ? એ પ્રક્રિયામાં ઢળવું છે ? જો હા, તો તમારે સાહસ કરવું પડશે, હિંમત કેળવવી પડશે અને તમારે એકલાએ જ પ્રયાણ કરવું પડશે. એમાં અનુકૂળતા એ શરત નથી. પ્રતિકૂળતાનો સ્વીકાર એ શરત છે અને સહાયની યાચના કરવાની નથી. અસહાય બનીને ઝંપલાવવાનું છે “અસંગ શસ્ત્રેણ દઢેણ છિત્વા” અસંગ નામની તીક્ષ્ણ તલવારના ધારે ધારે તમામ મજબૂત પાશ છેદવા પડશે, તો એ માટે તમારી તૈયારી છે ? એટલે કે તમારી ઝંખના છે ? અભીપ્સા છે ? છે તો કોઈ પ્રશ્ન જ નથી, કોઈ સમસ્યા નથી, કોઈ વિઘ્ન નથી, કોઈ અંતરાય નથી. પણ વરણ જોઈએ. વરણ એટલે સ્વીકાર, પસંદગી અને સ્વીકાર ટોટલ હોય છે, સમગ્ર હોય છે. પસંદગી ટોટલ હોય છે, સંપૂર્ણ હોય છે. જેમ કુંવારી કન્યા વરનું વરણ કરે છે, વ૨ને પસંદ કરે છે, વરને Jain Education International For Private & Personal Use Only ૧૫૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178