Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 166
________________ સાધકનું સમાધાન છે, એ સદ્ભાવ લક્ષ્મીનો સદઉપયોગ કરવા પ્રેરે છે ત્યારે મનુષ્યના હાથે દાનનું પવિત્ર સત્કર્મ થાય છે. જીવન સાધના માટે છે, પ્રમાદ કરશો નહિ. તા. ૩-૩-૧૯૮૩ જ્યારે ચિત્ત (મન) અત્યંત વ્યગ્ર હોય છે ત્યારે ધ્યાન થઈ શકતું નથી. વ્યગ્રતાનું કારણ કર્તાપણાનો અહંકાર છે. કર્તાપણાનો અહંકાર દૂર થયા વગર ચિત્તની વ્યાકુળતા મટતી નથી. તા.૨-૪-૯૪ મૃત્યુ એ અનિવાર્ય છે એનું નિવારણ કરી શકાતું નથી. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જન્મ ટાળી શકાય, તેની સાધના કરી શકાય પણ મૃત્યુ ટાળી શકાતું નથી. જેમના ચરણોમાં ૬૪ ઈન્દ્રો મસ્તક મૂકે છે અને કરોડો દેવતાઓ નિરંતર જેની સેવામાં રહે છે તેવા તીર્થંકર દેવો પણ મૃત્યુને ટાળી શકયા નથી. એ દેહનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનો સ્વભાવ ટાળી શકાતો નથી. જીવને દેહમાં આત્મબુધ્ધિ છે. તાદાત્ય બુધ્ધિ છે. એના કારણે પોતે દેહ છે એવી ગ્રંથિ છે. અને બીજાઓ તરફ જ્યારે પોતે જુએ છે ત્યારે તેમાં રહેલા આત્માને ન જોતાં સ્થૂળ દેહને જ જુએ છે. સ્થૂળ દેહની સાથે સંબંધ છે. એ જતાં ચૈતન્ય ગયું એવી ભ્રમણા થાય છે. સાંભળવી ન ગમે, વાંચવી ન ગમે એવી આ દુઃખદ વાત છે. જ્ઞાની પુરુષોને આવી ન સહન થાય તેવી કડવી વાત કરવી પડે છે. છતાં દેહમાં ચૈતન્ય જો બીરાજમાન હોય અને એ ચૈતન્ય શુભ ભાવથી ઓતપ્રોત હોય તો તે શરીર મંદિર જેવું બને છે. તૂટેલું જીવન સાંધી શકાતું નથી તેવી અસહાયતા જગતમાં છે, એવું સમજીને સહન કરવું એ જ ઉપાય છે. Jain Education International For Private & Personal Use Only ૧૫૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178