Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul
View full book text
________________
સાધકનું સમાધાન
સાધકનો દિવ્ય સંકલ્પ (૧) સર્વજ્ઞ વિતરાગ મોહમુક્ત, અનંત જ્ઞાનમય, અનંત આનંદમય; ભાવકર્મ, દ્રવ્ય કર્મ અંતર્ગત ઘાતકર્મ ચતુષ્ટય ને અઘાતી કર્મ અંતર્ગત અશુભ પ્રવૃત્તિઓથી રહિત; શુધ્ધ, બુધ્ધ, પૂર્ણ; જે સાધક દશામાં ભાવકરુણાના પરમ પ્રકર્ષભાવને પ્રાપ્ત થતા જેમણે તીર્થંકરનામ કર્મ નિકાચન કરી અરિહંત તીર્થકર સ્વયંબુધ્ધ ભગવંત બનેલા સદેહ અવસ્થામાં જેઓ સાકાર પરમાત્મા છે ને સિધ્ધ અવસ્થામાં જેઓ નિરાકાર પરમાત્મા છે એમનો સદેવ તરીકે સ્વીકાર કરું છું, સ્વીકાર કરું છું. એમના શરણનો સ્વીકાર કરું છું. એમની આજ્ઞાનો, એમના શાસનનો સ્વીકાર કરું છું અને એમનો આરાધક બનું છું.
(૨) જેમને દેહથી ભિન્ન, જડથી ભિન્ન, પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન, નિજ ચૈતન્ય સ્વરૂપ, ભેદ જ્ઞાનની દિવ્ય જ્યોતિમાં જોઈ, આત્મજ્ઞાનની દશા વરી, પોતામાં સ્વસ્વકાળે ઉદયભાવમાં પ્રગટતી કૅર્મની ધારા એથી ભિન્ન રહી, પોતામાં પ્રગટેલી ચૈતન્ય ધારાને ચૈતન્ય દેવમાં જોડવા સતત અખંડ પરમ પુરુષાર્થ કરતા, સકલ દ્વાદશાંગીના સારરૂપ, પરમ શાંતરસ સ્વરૂપ ઉપશમભાવને પ્રાપ્ત થયેલા; જેમનો સમગ્ર વ્યવહાર, બાહ્ય વ્યવહાર, વિચરવું, ચાલવું, બોલવું, વાપરવું, સમગ્ર ક્રિયા પૂર્વબધ્ધ ઉદય પ્રાપ્ત કર્મની ધારાનુસાર છે, પરમ ગુરુ અરિહંત પરમાત્મા જેમનામાં પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ વાણીની સંધિ થયેલી તે વાણી કે જે પરમ શાંત રસની મૂળ, વિષયકષાયના તાપને શાંત કરનાર, રાગ-દ્વેષના મળને અવગત કરનાર, પડતી વૃત્તિને સ્થિર કરનાર, અપૂર્વ જાગૃતિને આપનાર, દેહથી ભિન્ન આત્મતત્ત્વને બતાવનાર, સત, ચિત આનંદ સ્વરૂપ ભગવાન આત્માને ઓળખાવનાર, મહામોહને હટાવનાર, અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનાર, આઠ કર્મરૂપ ચક્રને ભેદનાર, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવમાં સ્થિર કરનાર, સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યફ ચારિત્ર, સમ્યફ તપ, ચાર અણમોલ રત્નોને આપનાર; અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદ આ અનંત અનંત ચતુષ્ટયને આપનાર, સર્વનય સાપેક્ષ એવી જેમની અપૂર્વવાણી છે, ને જેમને ધ્યાન દશામાં વર્તતા પરમશ્રુતબળ છે એવા ગીતાર્થ, મહાવ્રતોને ધારણ કરનારા, ધીર, મધુકરવત્ આહાર લેનારા, યથાર્થ ઉપદેષ્ટા એ જ એ જ સતપુરુષ છે. એમનો એ પરમકૃપાળુ પુરુષનો સદ્ગુરુ તરીકે સ્વીકાર કરું છું. સ્વીકાર કરું છું. બહુમાનપૂર્વક, વિનયપૂર્વક, નિરહંકારતાપૂર્વક એમના ચરણે સર્વાગીણ સમર્પણ કરું છું.
--
-
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178