________________
કે સાધનાનો, ગુરુ આજ્ઞા મુખ્ય બને તો સાધકને કયાંય અટકવાનો ભય નહીં. કારણ ગુરુની આજ્ઞા મૂળભૂત તત્ત્વને પકડીને હશે. જીવ ઘર તરફ વળે ને બહાર ન જાય, એવી જ એ આજ્ઞા હશે. પણ જીવને બહાર જવું છે ને ગુરુ પાસે સંમતિ માગવી છે, ગુરુ ન આપે ત્યાં જ સંઘર્ષ ઊભો થાય.
ગુરુ દૂર હો કે નજીક, જયાં સુધી તમારી ચેતના ગુરુનો સંપૂર્ણ સ્વીકાર કરે છે એટલે પૂર્ણ પ્રેમ છે ત્યાં સુધી જગતનું કોઈ પણ બળ તમને કયાંય ખેંચી નહીં શકે, કારણ જતાં પહેલા ગુરુની આજ્ઞા જોઈએ, માટે શિષ્ય શ્વાસ લેવો તે પણ ગુરુ આજ્ઞાથી જ. કેવી આશ્ચર્યકારક વાત. શ્વાસની ક્રિયા ક્ષણે ક્ષણે થાય અને ગુરુને પૂછે હું શ્વાસ લઉં? તો તો ગુરુને પણ મુશ્કેલી થાય, પણ રહસ્ય જુદું છે. ગુરુ તમને એક હદ સુધી જવા દે છે અને જયારે એ રેખા આવે છે ત્યારે રોકે છે, પણ તમારે સતત ગુરુ સાથે જોડાયેલા રહેવું પડે.
4
તા. ૨૧--૧૯૭૯ ભાઈ, વાતો ગમે તેટલી કરીએ, સાંભળીએ, જાણીએ પણ એનાથી સ્વાનુભવ ન થાય. સ્વાનુભવ વિના આનંદ ન થાય. અંદરથી પ્રગટેલો આનંદ દુઃખ, વિષાદ, અશાંતિને દૂર કરશે. સ્વાનુભવની કળી ધ્યાનમાં ખીલે છે.
ધ્યાનની સ્થિરતા જરૂર આવશે. જેને ધ્યાન વગર કયાંય ગમતું નથી ને ચિત્તનું લક્ષ્ય સતત ધ્યાન તરફ જ રહે છે એ ચિત્ત જ ધ્યાનમાં ઊતરી શકશે.
ધ્યાનમાં સ્થિરતા થતી નથી એવો નિષેધક ભાવ હવે શું કરવા પોષો છો?
અંતરની દિવ્ય ધારા ઊઠે છે એ ઊઠતી ધારામાં સમગ્રપણે વહો. એ ધારામાં એવા પરિપૂર્ણ ડૂબો કે જેથી તમામ તૈત ભેદ મટી જાય. વિકલ્પો ને કષાયો બિચારા દોડાદોડ કરે છે, એટલા માટે કે હવે ઘર ખાલી કરવું પડશે. હવે જવું પડશે. વારંવાર માલિકની નજર સામે તરે છે, એટલા માટે કે માલિક જરા સામે જુએ અને અત્યંત જૂનો, ગાઢ સંબંધ યાદ કરીને એમ કહે કે રહો, રહો, હું નહીં કાઢી મૂકું. એવી દયા જેને જ્ઞાનીઓ “મોહદયા કહે છે, એ ઊઠે. આ મોહદયા મોહ કરતાં ભૂંડી છે. એ દયા ન લાવશો અને એમને મહત્ત્વ ન આપશો તો એ જવાના જ. મૂલ્ય તૂટી જાય પછી એ ભાવ ન રહે.
૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org