________________
પ્રકીર્ણ
(૧૨)
શું જગત વિભાવ દશાનો વિસ્તાર છે?
ખરેખર તો આ એક જ જવાબ છે, અને તે જ સાચો છે. સકળ વિભાવ દશા છે અને સંસાર વિભાવ દશાનો વિસ્તાર છે.
વિભાવ દશા કેમ છે? પછી વિભાવના પ્રકાર અસંખ્ય ભલે હોય પણ વિભાવ દશા કેમ છે તેનો એક જ જવાબ છે. સ્વરૂપમાં ઠર્યો નથી માટે. આ એક જ જવાબ છે.
(૧૩૮
શાંત તમારે પોતે થવું પડશે, મન શાંત કેવી રીતે થશે? સત્ પુરુષોનો ધ્યાન માટે આગ્રહ એટલા માટે જ છે કે ધ્યાનમાં જવાથી અશાંતિ સ્પષ્ટ દેખાય. અશાંત અવસ્થાની નીચે જ શાંત અવસ્થા છે. શાંત અવસ્થા પ્રાપ્ત નથી કરવાની, એ તો છે જ માત્ર અશાંત અવસ્થા જ દૂર કરવાની છે.
નિમિત્તોનું જોર છે કે નિમિત્તોનું જોર નથી. એ બંને બાબતો ખોટી છે. નિમિત્તો, નિમિત્તો છે. એ એમના કારણે એમની રીતે હાજર છે. એમની હાજરીમાં તમારો એપ્રોચ(અભિગમ) કેવો છે એ નિર્ણાયક છે. એ દૃષ્ટિએ નિમિત્ત એના પક્ષે સો ટકા છે. પણ તમે એમને કેવી રીતે મૂલવો છો એ જ મહત્ત્વનું છે.
માણસ શબ્દો વચ્ચે ખોવાયો છે. પોતે જ ખોવાયો છે એ પોતે પોતાને તો જ શોધી શકે કે જયારે પોતે શબ્દોથી પર થાય. એક વખત શબ્દોમાંથી મુકત થવું જરૂરી છે.
શબ્દો સાધન છે એમાં ના નથી. શબ્દો સાધ્ય નથી. એટલે શબ્દો વચ્ચે આવવાના ખરા, ને જરૂરના પણ ખરા, પણ એક વખત મૂળભૂત સત્યની સમજ મળી જાય પછી શબ્દો સાચા અર્થમાં સાધન બનશે.
આજે તો મનમાં વિકલ્પોની પરંપરા છે. વિકલ્પોનો આધાર શબ્દ છે. શબ્દોના કારણે શાંત અવસ્થા નથી.
સત્યની સમજ ચિત્તની શાંત અવસ્થામાં થાય છે.
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org