________________
ધ્યાત-વત્ર જપ ભાઈ, માર્ગ સ્પષ્ટ છે, અને એ પરમ તત્ત્વ પણ અતિસ્પષ્ટ છે.
વારંવાર એક વિચાર કરો છો, અનુભવ થતો નથી, ધ્યાનમાં ચેતના ઢળતી નથી અને સંસારની પ્રવૃત્તિઓમાં ચિત્ત ચોંટતું નથી. પણ માત્ર વિચારથી શું થશે? એ માટે નિત્ય સાધનાની જરૂર છે. પૂરી સમજ એ શ્રેષ્ઠ સાધન છે.
વસ્તુસ્થિતિ જેવી છે તેવી, તે જ પ્રમાણે પૂરી સમજ પ્રાપ્ત થાય, એ ક્ષણે જ ચિત્તમાં સમૂળગુ રૂપાંતર થાય. એ જ ક્ષણે ચિત્તનો પ્રવાહ બદલાઈ જ જાય, પૂરી સમજમાં એ બળ રહ્યું છે. વિતરાગ માર્ગની આરાધનામાં સમ્યગ્રજ્ઞાન ઉપર ભાર નથી, સમ્યગ્દર્શન ઉપર ભાર છે. સમ્યગ-દર્શન એટલે પરમ તત્ત્વના અનુભવની ક્ષમતા.
ક્ષમતા એટલે (કેપેસીટી) જીવની યોગ્યતા એ માટે જ સાધન. યોગ્યતાને પ્રગટ કરવા માટે જ સાધન. સાધનનો બીજો કોઈ અર્થ નથી, હેતુ નથી અને જરૂર પણ નથી.
અંતરની યોગ્યતા પ્રગટે એટલે અનુભવ થાય. રોજ ધ્યાન સાધન અને સપુરુષના વચનનું આરાધન એ અનિવાર્ય છે, અને આ કરવું જ પડશે એમાં કોઈ વિકલ્પ નથી. જયારે જે સ્થિતિમાં થાય તે સ્થિતિમાં તે કરવું જ રહયું. માત્ર વિષાદ કામનો નહીં, સમ્યફ પુરુષાર્થ પણ જરૂરી છે. ભાઈ, આ તો કરવું પડે, કરવું જ પડે, કર્યા વગર ન ચાલે. કર્યા પછી એમ થશે કે અરે ! આ તો ઘરમાં વસ્તુ હતી અને કેમ ન જડી! ખોળવી પડે. નિરાશા ખંખેરી નાખો અને નિત્ય સાધનાનો પ્રારંભ કરો.
તા. રપ-૬-૧૯૮૪. જડ પદાર્થો સંબંધી કોઈ પણ જાતની ઈચ્છાઓ ન હોય. પણ એ પૂરતું નથી. સ્વભાવની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સતત પુરુષાર્થ કરવાનો રહે છે. હાલ સંપૂર્ણ નિવૃત્તિ મળે તેવી શક્યતા નથી. છતાં પ્રવૃત્તિ વચ્ચે નિવૃત્તિનો ગાળો કાઢવો જ રહ્યો. ધ્યાનનો અંકુર તો ફૂટી ગયો છે; પણ એ અંકુરને નવપલ્લવિત રાખવાની જરૂર છે. આ સંબંધી વિષાદ કર્યા વગર ગમે તે રીતે સમય પ્રાપ્ત કરી ધ્યાનમાં જવાનું રાખશો.
સંવત્સરી પર્વની આરાધના વિશેષતાપૂર્વક અને પરમ આનંદપૂર્વક થઈ હતી,
૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org