________________
જ્ઞાતીની વરા
જ્ઞાની જાણે છે માટે એ જે કંઈ કરે છે, કરવું પડે છે, કરતો દેખાય છે અને એ કાળમાં એ પ્રવૃત્તિમાં ગળાડૂબ ડૂબેલો દેખાય છે, પણ ઊંડે ઊંડે એટલી સમજ એના અંતરમાં પરમ શાંતિ, સંપૂર્ણ સ્વસ્થતા, સમતોલપણું જાળવી રાખે છે. કારણ બનવાનું હશે એ સામે આવશે એટલે બધું જ કરવા છતાં એ આ પ્રમાણે જ બને, બનવું જોઈએ, બને તો સારું આ વિકલ્પ તૂટેલો હોય છે માટે અતલ ઊંડાણમાં પરમ શાંતિ હોય છે. વ્યવહારમાં વહે છે કર્મની ધારા, અંતરમાં વહે છે જ્ઞાનની ધારા.
જ્ઞાનની ધારા, કર્મની ધારા સાથે જવા છતાં પણ એને ડૂબવા દેતી નથી. એ જ્ઞાન અને કર્મધારાથી જુદો રાખે છે. એટલે એની સમગ્ર પ્રવૃત્તિ એક દઢ શાંતિની મજબૂત ભૂમિકા ઉપર થાય છે, જેથી જીવનમાં કયાંય વલોપાત, અશાંતિ, ધન્ધો નથી અનુભવતો. બહારથી એ બધું જ કરે છે, કર્મધારા એની પાસે બધું કરાવે છે. પણ જ્ઞાનધારા એને જુદો રાખે છે. એ કારણે સંઘર્ષ નથી, સમાધાન છે. દુઃખ નથી, સુખ છે. વલોપાત નથી, વિવેક છે.
તા. ૨-૨-૧૯૭૯. ડૉકટર !
જીવાત્માએ અનાદિ સંસારમાં અનંતકાળમાં પર ને મુખ્ય કેન્દ્ર બનાવી એમાં પોતાની સમગ્ર ચેતના કેન્દ્રિત કરી છે. પોતાનો ભાવ રેડ્યો છે. એકતા દૃઢ કરી છે, તાદાભ્ય બુદ્ધિ કરી છે. જયારે કામવાસના તરફ ચેતના ઢળે છે ત્યારે જીવનું કેન્દ્ર સ્ત્રી બને છે, વસ્તુઓ ને પદાર્થો કેન્દ્ર બને છે. જયારે ચેતના લોભ તરફ ઢળે છે ત્યારે ધન, સત્તા, સંપત્તિ આદિ કેન્દ્ર બને છે. અને એમાં રસ ઢાળે છે, ભાવાનુભૂતિ કરે છે. રાગ દઢ કરે છે, તેષ દઢ કરે છે.
કોઈ વખત અજ્ઞાનના તીવ્ર બળવાન પ્રસંગમાં ધર્મ તરફ ઢળે છે ત્યારે પોતાનો અહંકાર, પોતાનું માન પોષવા, પોતાની કલ્પના સંતોષવા, અસદ્ગર, અસશાસ્ત્ર, અસતું સાધન, અસત્ કિયા, અસત્ અનુષ્ઠાન દઢ કરે છે. સમગ્ર ચેતના એમાં ઢળે છે. ભાવનો સાગર ત્યાં ઠાલવે છે, પ્રેમ કરે છે, ત્યાગ કરે છે, તપ કરે છે, તર્પણ કરે છે, એમાં તન્મય બને છે પણ હાથમાં કાંઈ આવતું નથી ને સત્ થી દૂર ને દૂર ચાલ્યો જાય છે, છેટો ને છેટો ચાલ્યો જાય છે અને સત ની પ્રાપ્તિમાં બળવાન બાધા, બળવાન અંતરાય ઊભા કરે છે, પોતે અટકે છે, બીજાને અટકાવે છે. એમાં અહંકારનો મીઠો રસ પોષાય છે.
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org