________________
૩૬
જેને આત્મસાધના કરવી છે તે વ્યકિત તમામ ભયથી મુકત હોવી જોઈએ. સત્યના માર્ગે, પરમાર્થના માર્ગે જેને ચાલવું છે, તેને તમામ ભયો દૂર કરીને, આ માર્ગમાં હિંમતથી ડગ માંડવા પડશે. જીવ રૂઢિવશ થઈને ચાલ્યો છે. પરંપરા અને ટેવોમાં જીવ્યો છે. દ્રવ્યક્રિયાની રુચિ કેળવી છે પણ પરમાર્થ માર્ગ તરફ વળ્યો નથી.
સાયલા
સાધુ જીવન સ્વીકારવા છતાં બાહ્યક્રિયામાં સાધનાની સમાપ્તિ છે, એમ માનીને જીવે અનંતકાળ ગુમાવ્યો છે. અમે બાહ્ય ક્રિયાનો નિષેધ કરતા નથી, આવશ્યકાદિ અનુષ્ઠાનો કરવાની ના નથી, પણ આ બધું જેના અર્થે છે, એને જો ભૂલી જવાય, એનું સ્મરણ જો ન થાય તો બાહ્ય ક્રિયાઓ સફળ થતી નથી. આ બધું આત્માના અર્થે છે. તમારું અસ્તિત્વ શરીર નથી. તમે શરીર નથી. તમે શરીરથી ભિન્ન ચૈતન્ય તત્ત્વ છો. એ ચૈતન્ય તત્ત્વ શુદ્ધ બની અસલમાં જેવો છે તેવો પ્રગટ થાય અને એ મૂળભૂત તત્ત્વનો સ્વાનુભવ થાય એ મુખ્ય કર્તવ્ય છે.
૩૭
ધર્મની સાધના માત્ર ક્રિયાથી થઈ શકતી નથી. ધર્મ જીવનની એક અવસ્થા છે. ભાવશુદ્ધિ દ્વારા એ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. ચિત્તનું સતત નિરીક્ષણ કરવાથી ભાવસૃષ્ટિના સંપર્કમાં આવી શકાય છે. સામાન્યતઃ એમ રહેતું હોય છે કે બાહ્ય પ્રવૃત્તિઓના કારણે ધ્યાનમૂલક આત્મસાધના થઈ શકતી નથી. તો બે જ ઉપાય છે. ૧. સંપૂર્ણતઃ બાહ્ય પ્રવૃત્તિઓ છૂટી જાય અથવા
૨. બાહ્ય પ્રવૃત્તિઓ વચ્ચે ચિત્ત નિર્લેપ રહી શકે, એવું ચિત્ત બની જાય. તમારા માટે ચિત્ત નિર્લેપ રહી શકે અને સાધના એ જ મુખ્ય સાધન છે.
૩૮)
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય તેવા તમામ પ્રસંગો જીવન સામે ઉપસ્થિત છે. પરિસ્થિતિ અત્યંત પ્રતિકૂળ છે અને એમાં ચિત્તમાં વિષમ ભાવ થાય તેમ છે. તે વખતે જ્ઞાની પુરુષોએ ભાવપૂર્વક કહ્યું છે કે ચિત્તમાં સમતા રાખજો અને શાંતિથી જીવન યાત્રા કરશો. વિકટ પરિસ્થિતિમાંથી નીકળવા માટે સમતા એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
૩૮
૩૯
ચેતના કષાયોથી ઊબળતી છે. વિષયોની ઈચ્છા જેટલા પ્રમાણમાં નિવૃત થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org