Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 54
________________ સાહિતી ચિત્તે પદાર્થને જોયો છે એટલે સહજ છે કે ચિત્ત પદાર્થ તરફ જાય, ઢળે, ખેંચાય. એ ખેંચાય છે એમ જ લાગે છે એ ખરેખર તો ચિત્ત તૂટ્યું છે એનું ચિન્હ છે. પહેલા ખેંચાય છે એવું નહોતું લાગતું કારણ તન્મય હતું તાદાભ્ય હતું, ડૂબેલું હતું, તો આ ખેંચાય છે, એ તરંગ મહત્ત્વનો છે. અહીં એક ભૂલ થાય છે કે પદાર્થ અનિત્ય છે એટલે એનાથી છૂટવા કોશિશ કરે, એની નિંદા કરે, એને છોડે, એનો ત્યાગ કરે, એ ઓછા કરે, આ બધું કરે એટલે પદાર્થ લક્ષી વલોપાત ઓછો થાય, મેળવવાની, સાચવવાની વ્યગ્રતા છૂટી જાય, એને શાંતિ મળે પણ પછી એ અહીં જ અટકી જાય છે. એ સાધુ વૈરાગી, સંન્યાસી બની શકે, જ્ઞાની નહીં. પણ બીજી વ્યકિત અહીં ન અટકે, પદાર્થના ખેંચાણમાં, વિચારમાં પણ ન અટકે કે પદાર્થ અનિત્ય છે, એ વિચારમાં પણ ન અટકે પણ પદાર્થ તરફ કોણ ખેંચાય છે? એ ખેંચાણ અનુભવનારને ખોળવા નીકળે એટલે ચિત્તની બે ધારા મટતી જાય ને એક ધારા બનતી જાય. એ ધારા દ્રષ્ટાને શોધે. દ્રા દ્રષ્ટા, ભોકતા, ભોકતા એ ધારા શોધે. એટલે હવે પદાર્થ ભલે રહયો અને ખેંચાણ છે એ જાણવું, એ ખેંચાણ પૂર્વના તાદાભ્યના સંસ્કારના કારણે રહેવાના પણ એને હવે પદાર્થમાં ઊભા રહેવાની જરૂર નથી અને બીજું સાધના પૂરી ન થાય ત્યાં સુધી પદાર્થ સાથે સંબંધ પણ રહેવાનો, અને ન ઈચ્છે તો પણ રહેવાનો અને શરીર છે ત્યાં સુધી અનિવાર્યપણે ઉપયોગીતા પણ રહેવાની, પણ હવે એ પદાર્થ પાછળ નહિદોડે પણ પદાર્થ સાથે એને સંબંધ રહેવાનો, કદાચ પદાર્થો એની આજુબાજુ વિંટળાવાના. અહીં એક નિર્ણય થાય છે પદાર્થ મેળવવા જવું નથી. જવાની જરૂર નથી. જે નિયત હશે તે જ આવી મળશે એટલે એ માટે ચિંતાની જરૂર નથી એટલે ચિંતનનું ક્ષેત્ર ઊઘડી જાય છે. એટલે એવું થયું કે પદાર્થની વેલ્યુ ન રહી, પદાર્થ રહયો, પદાર્થનો ઉપયોગ રહ્યો, પણ એ પદાર્થની પાછળ નથી. પણ જે જીવનયાત્રા છે એમાં જે જે પદાર્થો જરૂરી હશે એ મેળવશે પણ અહી સૂક્ષ્મમાં એક અર્થમાં ખરેખર તો એ પદાર્થો માટે કામ કરતો દેખાય છે, પણ એનું જીવન પદાર્થ માટે, પદાર્થના આધારે નથી. અહીં આ કેન્દ્ર ઉપર જ સાદાઈ, સરળતા, ભોગ-ઉપભોગની મર્યાદા, નીતિ, સત્ય, ઉદારતા આ સદ્ગુણો ખીલવાના. પદાર્થો છે તો ભલે, પદાર્થો આવ્યા તો ભલે, પદાર્થો ગયા તો ભલે. અને બીજું ઊંડું રહસ્ય એ થવાનું કે કેટલાક પદાર્થો આવી આવીને વિદાય લેશે, એટલે ચિત્ત ખાલી થશે, વિકલ્પોનો ભાર જાણે તૂટી પડશે એટલે એનું ચિત્ત અગમ્યમાં, અદશ્યમાં કૂદકો મારશે. = ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178