________________
સાવલા
રોજબરોજના જીવનમાં સાધના કેવી રીતે કરવી? તે માટે નીચે પ્રમાણેની રીતો
છે :
(૧) કોઈ પણ ક્રિયા થતી હોય તે વખતે એક ક્ષણ શાંત બનીને જોવું. કોણ કરે છે આ ક્રિયા? ક્રિયા અને કર્તા વચ્ચેનો ભેદ પકડવો પછી ક્રિયા, કર્તા અને અકર્તા એ ત્રણેને જોવા.
(૨) શ્વાસ ઉપર સમગ્રપણે ધ્યાન કેન્દ્રિત કરવું અને શ્વાસને જોવો. તો જોનાર પકડાશે.
(૩) તત્ત્વવિચાર-વીતરાગે કહેલા તત્ત્વોનો વિચાર. (૪) અન્ય પ્રાણીઓનું પણ એજ રીતે નિરીક્ષણ કરવું.
(૫) છેવટે તો આ ક્રિયા, ઊઠતા ભાવો એ પણ ચેતનનું કાર્ય નથી, એ સમગ્રપણે જડનું જ કાર્ય છે. આત્મા નથી કરતો પણ જેની હાજરીમાં આ થાય છે એવું અકર્તા તત્ત્વ છે તે ચેતન.
આ બધાનો કર્તા તે આત્મા આવી ભૂલભરી સમજ ન થાય. આત્મા વિકારી ભાવોનો પણ કર્તા નથી. પણ તેની હાજરીમાં થાય છે પણ અકર્તા છે. તે કોણ? એ આત્મા.
શરીરની ક્રિયાનો કર્તા, વાણીની ક્રિયાનો કર્તા, મનની ક્રિયાનો કર્તા તે આત્મા, એ રીતે આત્માની ઓળખ અપાય છે એ ભયંકર ભૂલ છે, ઓળખાણ ખોટી છે.
આ બધાનો કર્તા તો પુદ્ગલ દ્રવ્ય છે. પણ અંદર જે હાજર છે ને કરતો નથી, પણ જેની હાજરી વગર ન થાય તે કોણ? તે આત્મા છે. આ સમ્યવિચાર છે.
આત્મા છે માટે દેહની ક્રિયા થાય છે? ના, એમ નથી. આત્મા ન હોય તો પણ દેહની ક્રિયા (સડન-પાન વગેરે) થાય, ને દેહની ક્રિયા થવાની હોય તો આત્મા હાજર પણ હોય, આત્મા હાજર હોય તો ભલે હોય પણ એ કર્તા નથી. આત્મા વગરનો દેહ ખાતો નથી, પહેરતો નથી છતાં સડવું, વિખરવું વગેરે જુદા પ્રકારની જે પ્રક્રિયા છે તે આત્મા વગર પણ દેહમાં થાય છે તો બન્યું એવું કે ક્રિયાની રીત બદલાઈ પણ કર્તા તો દેહ જ છે. માટે ખાવાની ક્રિયા આત્મા નથી કરતો પણ એ ક્રિયા વખતે પણ કરનાર શરીર છે, આત્મા નથી..
તો પૂછો છો કે માંસ ખાવામાં દારૂ પીવામાં શું વાંધો છે? અથવા શરીર કરે છે, આત્મા કરતો નથી તો પછી પાપ, પુણ્યની વાત કયાં રહી? :
-
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org